Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જંબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સમપૃથ્વીથી ૮૦૦ યોજન ઊંચે, સામસામી દિશામાં રહીને, જંબુદ્રીપના બંને સૂર્યો મેરુપર્વતને પ્રદક્ષિણા કરે છે. મેરુને પ્રદક્ષિણા કરતાં-કરતાં તેઓ તેનાથી ૫૧૦ યોજન દૂર જાય છે અને પુનઃ પ્રદક્ષિણા ફરતા ફરતા નજીક આવે છે. સૂર્યો ૫૧૦ યોજનના તિરછા ભ્રમણ ક્ષેત્રમાં શીઘ્રગતિએ પ્રદક્ષિણા કરે છે તેથી તેના મંડલો નજીક-નજીક અને અનેક મંડલ છે.
૪૫૦
सूर्यभंऽक्ष :- सूर्ययोदक्षिणोत्तरायणे कुर्वतोर्निजबिम्बप्रमाण चक्रवाल विष्कम्भानि प्रतिदिन भ्रमिक्षेत्र લક્ષળાનિ મંડલાનિ । – વૃત્તિ. દક્ષિણાયન-દૂર જતા અને ઉત્તરાયણ-નજીક આવતા સૂર્યના, પોતાના વિમાનની પહોળાઈ જેટલા પહોળા, રોજના ભ્રમણ માર્ગને મંડળ કહે છે. સૂર્યનો મેરુની પ્રદક્ષિણાનો વર્તુળાકાર નિયત માર્ગ સૂર્ય મંડળ કહેવાય છે.
સૂર્યનું વર્તુળ સદશ મંડલ
સૂર્ય પ્રત્યેક અર્ધપ્રદક્ષિણાએ બે યોજન અને એક પ્રદક્ષિણા પૂર્ણ થાય ત્યારે ૪ યોજન દૂર ચાલ્યો જાય છે. તેથી સૂર્ય મંડળ વાસ્તવિક મંડલાકાર નથી પરંતુ મહત્વ વૈષા મંડળસદશત્પાત્ નતુ તાત્ત્વિ – વૃત્તિ. આ મંડલો વર્તુળ સદેશ, મંડલ જેવા હોવાથી તેને મંડલ કહ્યા છે.
જીવા કોટી ઉપરના સૂર્ય મંડલ
ગમની –
આ સૂર્ય મંડળો વાસ્તવિક રૂપે સંપૂર્ણ વર્તુળાકાર નથી. મહત્તે પ્રથમાળે મૃત્ व्याप्तं क्षेत्र तत्सम श्रेण्येव यदि परः क्षेत्रव्याप्नुयात् तदा तात्त्विकी मंडलता ન સ્થાત્ – વૃત્તિ.
સૂર્ય મંડલ સંખ્યા :– કુલ સૂર્ય મંડલ ૧૮૪ છે. તેમાંથી ૬૫ સૂર્ય મંડલ જંબુદ્રીપ ઉપર અને ૧૧૯ મંડલ લવણ સમુદ્ર ઉપર છે. જંબુદ્રીપગત ૬૫ મંડલોમાંથી ૬૩ મંડળ નિષધ અને નીલવાન પર્વત ઉપર છે. ૨ મંડલ હરિવર્ષ અને રમ્યક્ વર્ષ ક્ષેત્રની જીવાકોટી ઉપર છે. અહીં નિષધ અને નીલવાન પર્વત ઉપરના મંડળો ભિન્ન ભિન્ન નથી તેથી બંનેના મળી ૧૩૦ મંડલ છે તેમ ન સમજવું. સૂર્યનું એક મંડળ નિષધથી શરૂ થઈ, નિષધ પાસે પૂર્ણ થાય છે. તેથી નિષધ અને નીલવાન પર્વત ઉપરના મંડળો એક જ છે.
નિયમ..
જે ક્ષેત્રથી સમશ્રેણીએ વર્તુળાકારે ગતિ શરૂ કરે અને પુનઃ તે જ ક્ષેત્ર પર આવી પહોંચે તો તે વાસ્તવિક મંડળ કહેવાય. સમશ્રેણી ઉપર વર્તુળાકારે ભ્રમણ કરી પુનઃ અન્ય ક્ષેત્રને પ્રાપ્ત કરે તો તે તાત્ત્વિક મંડળ ન કહેવાય.
......
***
તેમાં આખા સંપૂર્ણ મંડળ ૬પ જ છે. પ્રતિદિશાવર્તી વ્યક્તિને સ્વદિશાગત અર્ધ અર્ધ મંડળો દૃષ્ટિગોચર થાય છે. સ્વક્ષેત્રથી બંને બાજુના મંડળો બંને વિભાગમાં જોઈ શકાય છે તેથી બંને બાજુએ ૫-૬૫ મંડળોનું કથન છે.
જંબુદ્રીપમાં ૫ મંડળ છે. મું મંડળ જંબુદ્રીપમાં શરૂ થાય છે અને લવણ સમુદ્રમાં પૂર્ણ થાય છે, તેથી તેની ગણના લવણ સમુદ્રમાં કરી છે.