Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૫૬ |
શ્રી જેબૂદીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
!
ભાવાર્થ:- આ રીતે, આ ક્રમથી અંતિમ મંડળ પરથી અંદર પ્રવેશ કરતો સૂર્ય પછી પછીના મંડળો પર સંક્રમણ કરતાં, પ્રત્યેક મંડળ ૨ ( યોજનનું વ્યવધાન રહિત અંતર ઘટાડતો-ઘટાડતો સર્વાત્યંતર મંડળ પર પહોંચે છે. દ્વાર–પી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં 'મેરુ મંડળ અબાધા અંતર દ્વાર’ નામના પાંચમાં દ્વારનું કથન છે. અબાધા એટલે વ્યવધાન રહિત, અંતર એટલે દૂરી; આ સૂત્રમાં મેરુ પર્વત અને સૂર્યમંડળો વચ્ચેના અંતરનું વર્ણન છે.
મેરુ અને સભ્યતર મંડળ વચ્ચેના અંતરની સૂર્ય મંડલો અને મેરુ વચ્ચે અંતર
ગણના વિધિ - સર્વાત્યંતર મંડળ જંબૂદીપની સીમા, જેબૂદ્વીપ પૂર્ણ થાય ત્યાંથી ૧૮0 યોજન અંદર છે. મેરુપર્વતથી જંબૂદ્વીપની સીમા પર્યત ૪૫,000 યોજન છે. તેમાંથી ૧૮૦ યોજન બાદ કરતાં [(૪૫,૦૦૦–૧૮૦ =) ૪૪,૮૨) યોજનાનું અંતર મેરુ અને પ્રથમ મંડળ વચ્ચે છે.
આ રીતે ઉત્તરાયણના અંતિમ દિવસે સર્વાત્યંતર મંડળ પર ભ્રમણ કરતાં બંને સૂર્ય મેરુથી
૪૪,૮૨૦-૪૪,૮૨૦ યોજન દૂર હોય છે. અહીં મેરુ વ્યાસના ૧૦,000 યોજન ગણવામાં આવે છે તે વ્યવહારથી સમજવું. સૂર્યસમપૃથ્વીથી ૭૯૦ યોજન ઊંચે છે. ત્યાં મેરુનો વ્યાસ ૯,૯૨૭ જે યોજન હોય છે. મેરુનો વ્યાસ ૧૧ યોજને ૧ યોજન જેટલો ઘટે છે, તેથી 200 યોજન ઊંચે ૭ર યોજન મેરુ વ્યાસ ઘટી જાય છે, પરંતુ અહીં સમપૃથ્વી સમીપે જે ૧૦,૦૦૦ યોજનનો વ્યાસ છે તે જ વ્યવહારથી ગ્રહણ કર્યો છે. મેરુ અને સર્વ બાલ મંડળ વચ્ચેના અંતરની ગણના વિધિ - સર્વબાહ્ય મંડળ-અંતિમ ૧૮૪મું મંડળ, લવણ સમુદ્રમાં ૩૩0 યોજન દૂર છે. તેથી મેરુથી જંબૂદ્વીપ સીમાના ૪૫,000 યોજન + ૩૩૦ લવણ સમુદ્રગત મંડળ ચાર ક્ષેત્રના = ૪૫,૩૩) યોજનાનું અંતર મેરુની બંને બાજુએ, સર્વ બાહ્ય મંડળ પર રહેલા સૂર્ય અને મેરુ વચ્ચે હોય છે.
આ રીતે દક્ષિણાયનના અંતિમ દિવસે સર્વબાહ્ય મંડળ પર ભ્રમણ કરતાં બંને સૂર્ય મેથી ૪૫,૩૩૦- ૪૫,૩૩0 યોજન દૂર હોય છે. મેરુ મંડળ અંતર હાનિ-વતિનો ધુવાંક :- દક્ષિણાયનના સૂર્ય અને મેરુ વચ્ચે પ્રત્યેક મંડળે ૨ રેંજ યોજનનું અંતર વધે છે જ્યારે ઉત્તરાયણના સૂર્યનું તેટલું જ અંતર ઘટે છે. તે આ પ્રમાણે
બે મંડળ વચ્ચે ૨-૨ યોજનાનું અંતર છે, તે ર યોજન + મંડળ માર્ગની પહોળાઈ યોજનાંશ છે, (૨+ =) ૨ યોજનની વૃદ્ધિ અને હાનિ થાય છે.