Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૧૯ ]
નદીઓનું વર્ણન પણ તે સમાન હોય છે. અંતર નદી:- મહાવિદેહ ક્ષેત્રમાં બૈ-વિજયનું વિભાજન જેમ વક્ષસ્કાર પર્વત કરે છે, તે જ રીતે મહાનદી પણ કરે છે. વિજયનું વિભાજન કરનાર, બે વિજય વચ્ચેની નદી અંતર નદી તરીકે ઓળખાય છે. આઠ વિજય વચ્ચે ૪ વક્ષસ્કાર પર્વત અને ૩ અંતર નદીઓ છે. અંતર નદી ઉગમ સ્થાન - ઉત્તરવર્તી નીલવાન પર્વતનો ઢોળાવ ભાગ અર્થાત્ તળેટીમાં અને દક્ષિણવર્તી નિષધ પર્વતની ઉત્તરી તળેટીમાં તે તે નદીના નામવાળા કુંડ છે. તે કુંડ ૧૨૫ થયો. પહોળા અને ૧૦યો. ઊંડા હોય છે. તે કંડના ઉત્તરી અને દક્ષિણી દ્વારથી આ નદીઓ પ્રવાહિત થાય છે. મહાવિદેહની ઉત્તર દિશાવર્તી આ અંતર નદીઓ દક્ષિણાભિમુખ વહે છે અને દક્ષિણવર્તી મહાવિદેહની અંતર નદીઓ ઉત્તરાભિમુખ વહે છે. અંતર નદી પ્રવાહ પ્રમાણ:- આ અંતર નદીઓ ૧૨૫ યોજન પહોળી અને ૨ યોજન ઊંડી છે. ઉગમથી સંગમ પર્યત તેની પહોળાઈ અને ઊંડાઈ એક સરખી રહે છે. મકાવીસાહસ - અંતર નદીનો પ્રવાહ ઉદ્ગમથી સંગમ પર્યત એક સમાન છે. તેમ છતાં સૂત્રમાં તેનો પરિવાર ૨૮,૦૦૦ નદીઓનો કહ્યો છે, તે કથનનું તાત્પર્ય એ છે કે અંતર નદી પોતાની બંને બાજુના વિજયની ગંગા અને સિંધુનદીની સાથે, એમ ત્રણે નદીઓ એક જગ્યાએ સીતાનદીમાં મળે છે; તેથી ગંગાસિંઘનદીના ચૌદ-ચૌદ હજાર નદીઓના પરિવારને મેળવીને ૨૮,000 નદીઓ કહી છે.
નહી
મહાવિદેહ ક્ષેત્રની બાર આંતર નદીઓ:ઉદ્દગમ સ્થાન
લંબાઈ-પહોળાઈ | ઊંડાઈ | લંબાઈ | પહોળાઈ | ઊંડાઈ ૧૨૫ યોજના ૧0 યોજન | ૧૬,૫૯૨ યો. | ૧૨૫ યોજન| ૨ યોજન
બે કળા
ઉત્તરવર્તી વિજય પર્વત અંતરનદી:१२७ कहि णं भंते ! महाविदेहे वासे महाकच्छे णामं विजये पण्णत्ते ?
गोयमा! णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं, सीयाए महाणईए उत्तरेणं, पम्हकूडस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, गाहावईए महाणईए पुरथिमेणं, ए त्थ णं महाविदेहे वासे महाकच्छे णामं विजए पण्णत्ते, सेसं जहा कच्छविजयस्स जाव महाकच्छे इत्थ देवे महिड्डिए, अट्ठो य भाणियव्वो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં મહાકચ્છ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણમાં. સીતા મહાનદીની.