Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પાંચમો વક્ષસ્કાર
[ ૪૦૧]
वंदणवत्तियं, एवं पूयणवत्तियं, सक्कारवत्तियं, सम्माणवत्तियं दसणवत्तियं, कोऊहल वत्तियं जिणभत्तिरागेणं, अप्पेगइया सक्कस्स वयणमणुवत्तमाणा अप्पेगइया अण्णमण्णमणुवत्तमाणा अप्पेगइया तं जीयमेय एवमाइ त्ति कटु जाव पाउब्भवति। ભાવાર્થ - ત્યારે તે ઘોષણા સાંભળીને તે દેવ-દેવીઓ હૃદયથી હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવતું તેમાંથી કેટલાક તીર્થકર ભગવાનને વંદન કરવા માટે, કેટલાક પૂજન માટે, કેટલાક સત્કાર કે સ્તવનાદિ દ્વારા ગુણકીર્તન કરવા માટે, કેટલાક સન્માન પ્રદર્શન કરી મનની પ્રસન્નતા બતાવવા માટે, કેટલાક દર્શનની ઉત્સુક્તાથી, કેટલાક કુતૂહલથી, કેટલાક જિનેન્દ્ર ભગવાન પ્રત્યેના ભક્તિ-અનુરાગથી, કેટલાક શક્રેન્દ્રના વચનના અનુવર્તી બનીને, કેટલાક પરસ્પર એક બીજાના વચનથી (એકબીજાના કહેવાથી) અને કેટલાક તેને પોતાની પરંપરાનુગત આચાર માનીને ત્યાં ઉપસ્થિત થઈ જાય છે. | ३५ तए णं से सक्के देविंदे देवराया ते वेमाणिए देवे य देवीओ य अकालपरिहीणं चेव अंतियं पाउब्भवमाणे पासइ, पासित्ता हटे । पालयं णाम आभिओगियं देवं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! अणेगखंभसयसण्णिविटुं एवं विमाणवण्णओ भाणियव्वो । दिव्वं जाणविमाणं विउव्वाहि, विउव्वित्ता एयमाणत्तियं पच्चप्पिणाहि । ભાવાર્થ:- દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર તે વૈમાનિક દેવ-દેવીઓને અવિલંબપણે પોતાની પાસે આવેલાં જુએ છે, જોઈને પ્રસન્ન થાય છે. તે પોતાના પાલક નામના આભિયોગિક દેવને બોલાવે છે, બોલાવીને તેને કહે છે- “હે દેવાનુપ્રિય ! સેંકડો થાંભલાઓ ઉપર અવસ્થિત યાવતું દિવ્ય યાન-વિમાનની વિદુર્વણા કરો. અહીં વિમાનનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે કાર્ય પૂર્ણ થાય તેની મને જાણ કરો.” ३६ तए णं से पालएदेवे सक्केणं देविदेणं देवरण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव वेउव्वियसमुग्घाएणं समोहणित्ता तहेव करेइ । एवं सूरियाभ गमेणं जाव पच्चप्पिणेति । ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ શક્ર આ પ્રમાણે આજ્ઞા આપે છે ત્યારે પાલક નામના દેવ હર્ષિત અને સંતુષ્ટ થાય છે યાવત વૈક્રિય સમુઘાત કરીને યાન-વિમાનની વિદુર્વણા(વિવિધ રૂપ બનાવવાની શક્તિ દ્વારા રચના) કરે છે. આ રીતે વિમાનની વિદુર્વણાનું સંપૂર્ણ વર્ણન રાજપ્રશ્રીય સૂત્રોક્ત સૂર્યાભદેવના વર્ણન પ્રમાણે જાણવું યાવત કાર્ય પૂર્ણ થવાની સૂચના આપે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શક્રેન્દ્રને તીર્થકરના જન્મની જાણ અને મધ્યલોકમાં આવવા માટેની તૈયારીનું વર્ણન છે. તેમાં કેટલીક વિશિષ્ટ ક્રિયાઓના અર્થ આ પ્રમાણે છે