Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
તે પ્રમાણે અર્થાત્ આઠ વૈતાઢય પર્વત પર આઠ (ઉત્તર અને દક્ષિણવર્તી) આભિયોગિક દેવોની શ્રેણીઓ છે. તે સર્વ પૂર્વી શ્રેણીઓ મહાવિદેહ ક્ષેત્રના ઉત્તરી વિભાગમાં હોવાથી તેના અધિપતિ ઈશાનંદ્ર છે. १४२ सव्वेसु विजसु कच्छवत्तव्वया जाव अट्ठो, रायाणो सरिसणामगा, विजएसु सोलसण्हं वक्खारपव्वयाणं चित्तकूडवत्तव्वया जाव कूडा चत्तारि - चत्तारि बारसहं ईणं गाहावइवत्तव्वया जाव उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं वणसंडेहि य સંરશ્વિત્તા, વળો |
હરક
ભાવાર્થ: :– મહાવિદેહ ક્ષેત્રની બધી(બત્રીસ) વિજયોનું વર્ણન કચ્છ વિજયની સમાન છે. તે તે વિજયોમાં વિજયોના નામવાળા, ચક્રવર્તી રાજાઓ થાય છે. સંપૂર્ણ મહાવિદેહ ક્ષેત્રમાં વિજયોનો વિભાગ કરતાં જે સોળ વક્ષસ્કાર પર્વત છે, તેનું વર્ણન ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત સમાન છે. પ્રત્યેક વક્ષસ્કાર પર્વતના ચાર-ચાર ફૂટ છે. તેમાં જે બાર અંતર નદીઓ છે તેનું વર્ણન ગાહાવતીનદીની સમાન છે. યાવત્ તે સર્વે બંને . બાજુ બે પદ્મવરવેદિકા અને બે વનખંડથી પરિવેષ્ટિત છે. તેનું વર્ણન પૂર્વવત્ છે.
१४३ कहि णं भंते ! जंबुद्दीवे दीवे महाविदेहे वासे सीयाए महाणईए दाहिणिल्ले सीयामुहवणे णामं वणे पण्णत्ते ?
एवं जह चेव उत्तरिल्लं सीयामुहवणं तह चेव दाहिणं पि भाणियव्वं, णवरं णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, सीयाए महाणईए दाहिणेणं, पुरत्थिमलवणसमुद्दस्स पच्चत्थिमेणं, वच्छस्स विजयस्स पुरत्थिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे महाविदेहे वासे सीयाए महाणईए दाहिणिल्ले सीयामुहवणे णामं वणे पण्णत्तेउत्तरदाहिणायए तहेव सव्वं, णवरं- णिसहवासहरपव्वयंतेणं एगमेगूणवीसइभागं जोयणस्स विक्खंभेणं, किण्हे किण्णोभासे जाव से णं एगाए पउमवरवेइयाए, एगेण वणसंडेणं संपरिक्खित्तं वण वण्णओ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં, મહાવિદેહ ક્ષેત્રમાં સીતા મહાનદીની દક્ષિણમાં સીતામુખવન નામનું વન ક્યાં આવેલું છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેવું સીતા મહાનદીના ઉત્તદિગ્દર્તી સીતામુખ વનનું વર્ણન છે, તેવું જ વર્ણન દક્ષિણ દિશાવર્તી સીતામુખ વનનું સમજી લેવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે– દક્ષિણ દિશાવર્તી સીતા મુખવન જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, સીતા મહાનદીની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં, વત્સ વિજયની પૂર્વમાં આવેલું છે, તે ઉત્તરદક્ષિણ લાંબુ છે, શેષ સંપૂર્ણ વર્ણન ઉત્તર-દિશાવર્તી સીતા મુખવન પ્રમાણે છે. તેમાં વિશેષતા એ છે કે— તે ઘટતાં ઘટતાં નિષધ વર્ષધર પર્વતની પાસે યોજન પહોળું રહે છે. તે કાળા નીલા વગેરે પાંદડાઓના કારણે કૃષ્ણ આભા સહિત છે.