Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૭૪ ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
વર્ણન છે તે જ પ્રમાણે હરણ્યવત ક્ષેત્રનું વર્ણન જાણવું. તેમાં વિશેષતા એ છે કે હેરણ્યવત ક્ષેત્રની જીવા દક્ષિણમાં છે અને ધનુપૃષ્ઠ ઉત્તરમાં છે. શેષ સંપૂર્ણ વર્ણન હેમવત ક્ષેત્ર જેવું છે. २११ कहि णं भंते ! हेरण्णवए वासे मालवंतपरियाए णामं वट्टवेयड्डपव्वए पण्णत्ते?
__ गोयमा ! सुवण्णकूलाए पच्चत्थिमेणं, रुप्पकूलाए पुरथिमेणं, एत्थ णं हेरण्णवयस्स वासस्स बहुमज्झदेसभाए मालवंतपरियाए णामं वट्टवेयड्डे पण्णत्ते । जह चेव सद्दावई तह चेव मालवंतपरियाएवि, अट्ठो, उप्पलाई पउमाईमालवंतप्पभाई मालवंत वण्णाई मालवंतवण्णाभाई । पभासे य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्टिईए परिवसइ । से तेणटेणं । रायहाणी उत्तरेणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! હેરણ્યવતક્ષેત્રમાં માલ્યવંતપર્યાય નામનો વૃતાઢય પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! સુવર્ણકૂલા મહાનદીની પશ્ચિમમાં, રુચ્યકૂલા મહાનદીની પૂર્વમાં, હરણ્યવતક્ષેત્રની બરાબર મધ્યમાં માલ્યવંતપર્યાય નામનો વૃતાઢયપર્વત છે. શબ્દાપાતી વૃત્તવૈતાઢયપર્વતનું જે વર્ણન છે, તે જ પ્રમાણે માલ્યવંતપર્યાય નામના વૃત્તવૈતાઢય પર્વતનું વર્ણન જાણવું.
તેના પર માલ્યવંત જેવી પ્રભાવાળા, વર્ણવાળા, આભાવાળા ઉત્પલ અને પદ્મ આદિ છે. ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા પ્રભાસ નામના દેવ રહે છે. તેથી તે પર્વત માલ્યવંતપર્યાય વૃત્ત વૈતાઢય પર્વત કહેવાય છે. તે દેવીની રાજધાની ઉત્તરમાં છે. २१२ से केणटेणं भंते ! एवं वुच्चइ- हेरण्णवए वासे, हेरण्णवए वासे?
गोयमा ! हेरण्णवए णं वासे रुप्पी-सिहरीहिं वासहरपव्वएहिं दुहओ णिच्चं हिरणं दलइ, णिच्चं हिरण्णं मुंचइ, णिच्चं हिरणं पगासइ, हेरण्णवए य इत्थ देवे परिवसइ; से एएणटेणं । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! હેરણ્યવતક્ષેત્રને હરણ્યવત ક્ષેત્ર કહેવાનું શું કારણ છે?
હે ગૌતમ! આ ક્ષેત્રની બંને બાજુએ દક્ષિણમાં રુક્મિ અને ઉત્તરમાં શિખરી પર્વત સ્થિત છે. આ ક્ષેત્રને તે બંને પર્વતો હિરણ્ય = ચાંદી, રજતમય પુદ્ગલો આપે છે. તેની આભા, પ્રભા, પ્રકાશ પણ રજતમય હોય છે અને આ ક્ષેત્રમાં હેરણ્ય નામના દેવ વસે છે, તેથી તેને હેરણ્યવત ક્ષેત્ર કહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે હરણ્યવત ક્ષેત્રનું વર્ણન હેમવત ક્ષેત્રના અતિદેશ પૂર્વક કર્યું છે. તેનું માપ, નદી વગેરે સંપૂર્ણ વર્ણન હેમવત ક્ષેત્ર જેવું જ છે.