Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પાંચમો વક્ષસ્કાર
૩૯૫
ભૂતિ :- વિદ્યાથી અભિમંત્રિત કરેલી ભસ્મને શરીર પર લગાડવી કે તે ભસ્મની રક્ષા પોટલી બનાવવી, તેને ભૂતિકર્મ કહે છે.
શાકિની વગેરે દુષ્ટ દેવી-દેવતા દ્વારા દષ્ટિદોષ- નજર લાગવા વગેરેની નિવૃત્તિ અર્થે દિશાકુમારિકા દેવીઓ ચંદન કાષ્ઠની ભસ્મ બનાવી, તેની રક્ષા પોટલી બનાવી બાળ તીર્થકરને બાંધે છે. જો કે તીર્થકરને કોઈ દેવી-દેવતા કાંઈ હાનિ પહોંચાડી શકતા નથી. પરંતુ દિકુમારિકા દેવીઓ પોતાની ભાવના-ભક્તિ પ્રગટ કરવા આ પ્રકારની વિધિ કરે છે. ટિક્રિાતિ -ટી.ટી. તે અનુકરણ શબ્દ છે અર્થાત્ બેવડાયેલ શબ્દ છે.દિશાકુમારિકા દેવીઓ ભગવાનના કાન પાસે રત્નના બે ગોળ પાષાણને એકબીજા સાથે અથડાવે છે. તે પાષાણ અથડાવાથી ટી. ટી. જેવો કલરવ ઉત્પન્ન થાય છે. બાળ લીલાના કારણે ભગવાનનું ચિત્ત જો અન્ય સ્થળે હોય તો આ અવાજ સાંભળીને પોતાના તરફ આકર્ષિત થાય અને પોતે જે શુભેચ્છાવચન કહે છે, તે તીર્થકર ભગવાન બરાબર સાંભળે તે માટે આવો અવાજ કરે છે. છપ્પન દિશાકુમારિકા દેવીઓનાં કાર્યો -
દિશાકુમારિકા દેવીઓ અધોલોકવાસી – ૮
ભુમિ સાફ કરે. ઉર્ધ્વલોકવાસી - ૮
જલછંટકાવ અને પુષ્પવૃષ્ટિ કરે. પૂર્વ રુચક ફૂટવાસી – ૮
મંગલરૂપે દર્પણ લઈને ઊભી રહે. દક્ષિણ સુચક કૂટવાસી - ૮
પાણીથી ભરેલી ઝારી લઈને ઊભી રહે. પશ્ચિમ રુચક કૂટવાસી - ૮
પંખો લઈને ઊભી રહે. ઉત્તર રુચક કૂટવાસી – ૮
ચામર લઈને ઊભી રહે. વિદિશા સુચક કૂટવાસી – ૪
દીપક લઈને ઊભી રહે. મધ્યમ રુચક કૂટવાસી – ૪
નાભિનાલનું છેદન કરી, સ્નાનઆદિ
કરાવી રક્ષા પોટલી બાંધે.
કાર્ય
શક્રેન્દ્રનું જન્માભિષેક માટે આગમન :| २३ तेणं कालेणं तेणं समएणं सक्के णामं देविंदे देवराया वज्जपाणी पुरंदरे, सयक्कऊ सहस्सक्खे मघवं पागसासणे दाहिणड्ड-लोगाहिवई बत्तीसविमाणावाससयसहस्साहिवई एरावणवाहणे, सुरिंदे, अरयंबरवत्थधरे, आलइयमालमउडे