Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોથો વક્ષસ્કાર
[ ૩૩૧ ]
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ ! સૌમનસ વક્ષસ્કાર પર્વત ઉપર સાત કૂટ કહ્યા છે– (૧) સિદ્ધાયતન કૂટ, (૨) સોમનસ કૂટ, (૩) મંગલાવતી કૂટ, (૪) દેવકુરુ કૂટ, (૫) વિમલ કૂટ, (૬) કંચન કૂટ અને (૭) વશિષ્ટ કૂટ. આ બધા કૂટ ૫00 યોજન ઊંચા છે. તેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કાર પર્વતના કૂટો જેવું છે. તે કૂટોની દિશા-વિદિશા વગેરે સર્વ કથન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે– વિમલકૂટ અને કંચનકૂટ પર સુવત્સા અને વત્સમિત્રા નામની દેવીઓ રહે છે. બાકીના કૂટો પર તે કૂટોનાં નામવાળા દેવો નિવાસ કરે છે. મેરુપર્વતથી દક્ષિણમાં તેઓની રાજધાનીઓ છે.
વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રને વિભાજિત કરતાં ચાર ગંજદંત આકારના વક્ષસ્કાર પર્વત છે આ ચારે પર્વતો એક સમાન છે. તેનું વર્ણન ગંધમાદન વક્ષસ્કાર પર્વતની સમાન જાણવું.
દિશા :- સૂત્રમાં વિલિવિવિલાપ શબ્દથી દિશા-વિદિશાના કથનનું સૂચન માત્ર છે. તેનો અર્થ આ પ્રમાણે સમજવો કે પહેલું સિદ્ધાયતન કૂટ મેરુપર્વત પાસે વક્ષસ્કાર પર્વત ઉપર અગ્નિ દિશામાં આવ્યું છે તેનાથી અગ્નિખૂણામાં બીજું, ત્રીજું, ચોથું, કૂટ છે. ચોથા કૂટથી દક્ષિણમાં પાંચમું કૂટ આવેલું છે. આ ૫, ૬, ૭, કૂટ દક્ષિણ-ઉત્તરમાં પંક્તિ બદ્ધ આવેલા છે. દેવકુરુ ક્ષેત્ર :१५२ कहि णं भंते ! महाविदेहे वासे देवकुरा णामं कुरा पण्णत्ता ?
गोयमा ! मंदरस्सदाहिणेणं, णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, विज्जुप्पहस्स वक्खारपव्वयस्स पुरत्थिमेणं, सोमणस वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, एत्थ णं महाविदेहे वासे देवकुरा णामं कुरा पण्णत्ता- पाईणपडीणायया, उदीण-दाहिण वित्थिण्णा इक्कारस जोयणसहस्साइं अट्ठ य बायाले जोयणसए दुण्णि य एगूणवीसइभाए जोयणस्स विक्खंभेणं, एवं जहा उत्तरकुराए वक्तव्वया तहा भाणियव्वा जाव अणुसज्जमाणा पम्हगंधा, मियगंधा अममा सहा तेतली सणिचारी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાવિદેહક્ષેત્રમાં દેવકુરુ નામનું કુરુક્ષેત્ર ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં મંદરપર્વતની દક્ષિણમાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત્વભ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સૌમનસ વક્ષસ્કાર પર્વતથી પશ્ચિમમાં, દેવકુ નામનું કુરુક્ષેત્ર છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબું અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તેનો વિસ્તાર અગિયાર હજાર આઠસો બેતાલીસ યોજન અને બે કળા (૧૧,૮૪ર યો.) છે, તેનું શેષ વર્ણન ઉત્તરકુરુ જેવું છે. વાવ ત્યાં પાગંધ, મૃગગંધ, અમમ, સહા, તેતલી, સન્નિચારી, તે છ પ્રકારના મનુષ્યોની વંશ પરંપરા ઉત્તરોત્તર ચાલતી રહે છે.