Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોથો વક્ષસ્કાર
૩૫૯
ઉત્તર– હે ગૌતમ ! મંદર ચૂલિકાની પશ્ચિમમાં, પંડકવનના પશ્ચિમી સીમાંતે રક્તશિલા નામની શિલા છે. તે શિલા ઉત્તરદક્ષિણ લાંબી, પૂર્વપશ્ચિમ પહોળી છે. તેનું પ્રમાણ, વિસ્તાર આદિ પૂર્વવત્ છે. તે સંપૂર્ણ તપનીય, સુવર્ણમય અને સ્વચ્છ છે. તેની ઉત્તર અને દક્ષિણ દિશામાં બે સિંહાસનો છે. ત્યાનાં દક્ષિણી સિંહાસન ઉપર ઘણાં ભવનપતિ આદિ દેવ-દેવીઓ પક્ષ્માદિ આઠ(૧૭ થી ૨૪) વિજયોમાં જન્મ પામેલા તીર્થંકરોના જન્માભિષેક કરે છે.
ત્યાંના ઉત્તરી સિંહાસન ઉપર ઘણાં ભવનપતિ આદિ દેવ, દેવીઓ વપ્રાદિ આઠ (૨૫ થી ૩૨) વિજયોમાં જન્મ પામેલા તીર્થંકરોના જન્માભિષેક કરે છે.
१९० कहि णं भंते ! पंडगवणे रत्तकंबलसिला णामं सिला पण्णत्ता ?
गोयमा ! मंदरचूलियाए उत्तरेणं, पंडगवणउत्तरचरिमंते, एत्थ णं पंडगवणे रत्तकंबलसिला णामं सिला पण्णत्ता - पाईणपडीणायया, उदीणदाहिणवित्थिणा, सव्व-तवणिज्जामई अच्छा जाव मज्झदेसभाए सीहासणं, तत्थ णं बहूहिं भवणवइ जाव एरावयगा तित्थयरा अभिसिंचंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ પંડકવનમાં રક્તકંબલશિલા નામની શિલા ક્યાં છે ?
હે ગૌતમ ! મંદરપર્વતની ચૂલિકાની ઉત્તરમાં, પંડકવનના ઉત્તરી સીમાંતે રક્તકંબશિલા નામની શિલા છે. તે પૂર્વપશ્ચિમ લાંબી અને ઉત્તરદક્ષિણ પહોળી છે. તે સંપૂર્ણતયા તપનીય સુવર્ણમય અને ઉજ્જવળ છે. તેની બરાબર મધ્યમાં એક સિંહાસન છે. ત્યાં ભવનપતિ આદિ ઘણાં દેવ-દેવીઓ ઐરવત ક્ષેત્રમાં જન્મ પામેલા તીર્થંકરોના જન્માભિષેક કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મેરુ પર્વતના ચાર વનમાંથી ચોથા પંડગ વનનું વર્ણન છે.
પંડકવન સ્થાન ઃ– મેરુ પર્વતની નવ્વાણું હજા૨(૯૯,૦૦૦) યોજનની ઊંચાઈએ અર્થાત્ મેરુ પર્વતની ટોચ ઉપર આવેલું છે. પંડકવન સોમનસવનથી છત્રીસ હજાર(૩૬,૦૦૦) યોજન ઊંચું છે.
પંડકવન પ્રમાણ :– મેરુપર્વતના શિખરની પહોળાઈ હજાર યોજનની છે. મેરુપર્વતની પહોળાઈ એક યોજને યોજન અને ૧૧ યોજને ૧ યોજન ઘટે છે. ૯૯,૦૦૦ યોજનની ઊંચાઈ એ તે ૯,૦૦૦ યોજન ઘટી જાય છે. મૂળમાં મેરુ પર્વતની ૧૦,૦૦૦ યોજનની પહોળાઈ છે. તેમાંથી ૯,૦૦૦ યોજન ઘટી જવાથી શિખર તલ પર ૧,૦૦૦ યોજનની પહોળાઈ રહે છે. તેની મધ્યમાં ૧૨ યોજનની પહોળાઈ ધરાવતી ચૂલિકા છે. તે બાદ કરતાં ૧,૦૦૦–૧૨ = ૯૮૮ યોજન રહ્યા. તેનું અર્ધ અર્થાત્ ૪૯૪ યોજનનો પંડકવનનો ચક્રવાલ વિધ્યુંભ છે.
પૂર્વના ત્રણે વન મેરુપર્વતને વીંટળાઈને રહ્યા છે, તેમ આ ચોથું પંડકવન મેરુચૂલિકાને વીંટળાઈને