Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૪૨
સુદર્શન મેરુ(મંદર) પર્વત
મનાવના
2000 24.
૯૦૪૦.
|| cose ો
વ
15300021).
વિદેહક્ષેત્રની ઉત્તર-દક્ષિણ પહોળાઈ તેત્રીસ હજાર છસો ચોર્યાસી યોજન અને ચાર કળા (૩૩,૬૮૪ ૧૯ યો.) છે. તેમાંથી મેરુ પર્વતની ઉત્તરમાં અગિયાર હજાર આઠસો બેતાળીસ યોજન અને બે કળા (૧૧,૮૪૨ યો.) અને દક્ષિણમાં અગિયાર હજાર | આઠસો બેતાળીસ યોજન અને બે કળા (૧૧,૮૪૨૧૯ યો.) છે અને મધ્યમાં દસ હજાર (૧૦,૦૦૦) યોજનના વિસ્તારવાળો મેરુ પર્વત છે. આ રીતે મહાવિદેહની તેત્રીસ હજાર છસો ચોર્યાસી યોજન અને ચાર કળા (૩૩,૬૮૪ ૮ યો.)ની પહોળાઈ નિશ્ચિત થાય છે. આ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રની લંબાઈ અને પહોળાઈ બંને રીતે મેરુ કેન્દ્રમાં છે.
-૧૦૦૯૦૧થયો.
RE COM
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
મહાવિદેહ ક્ષેત્રના કેન્દ્ર સ્થાને મેરુ ઃ– મેરુનો અર્થ છે કેન્દ્રસ્થાન અથવા મધ્યસ્થાન. આ પર્વત જંબુદ્વીપની બરાબર મધ્યમાં છે, અઢીદ્વીપની મધ્યમાં છે, તિરછા લોકની મધ્યમાં છે અને મહાવિદેહ ક્ષેત્રની પણ બરાબર મધ્યમાં છે. વિદેહક્ષેત્ર પૂર્વ પશ્ચિમ એક લાખ(૧,૦૦,૦૦૦) યોજન લાંબું છે. મેરુપર્વતની પૂર્વે પિસ્તાળીસ હજાર(૪૫,૦૦૦) યોજન અને પશ્ચિમમાં પિસ્તાળીસ હજાર (૪૫,૦૦૦) યોજન છે અને મધ્યમાં દસ હજાર(૧૦,૦૦૦) યોજનના વિસ્તારવાળો મેરુપર્વત છે. આ રીતે એક લાખ યોજન થાય છે.
૫૦૦ મો.
મંદર પર્વત : ભદ્રશાલવન :
१६५ मंदरे णं भंते ! पव्वए कइ वणा पण्णत्ता ?
ગોયમા ! વૃત્તારિ વળા પળત્તા, તં નહીં- મસાતવળે, ખંતળવળે, સોમળસવળે, पंडगवणे |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મંદર પર્વત ઉપર કેટલા વન છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્યાં ચાર વન છે. (૧) ભદ્રશાલ વન, (૨) નંદનવન, (૩) સોમનસ વન અને (૪) પંડગ વન.
१६६ कहि णं भंते ! मंदरे पव्वए भद्दसालवणे णामं वणे पण्णत्ते ?