Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૩૪ |
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
તેમાં પ્રથમ નિષધ દ્રહમાં નિષધ પર્વતના આકારવાળા કમળો છે. બીજા દેવકુમાં દેવકુના આકારવાળા, ત્રીજા સૂર દ્રહમાં સૂર્યના આકારવાળા, ચોથા દ્રહમાં સ્વામી તુલસ નામના દેવના આકારવાળા અને પાંચમાં વિધુપ્રભ દ્રહના કમળો ચળકતા પાંદડા યુક્ત છે. તે દ્રહોના સ્વામી તે તે નામવાળા દેવો છે. આ દ્રહોનું સંપૂર્ણ વર્ણન નીલવાનાદિ પાંચે દ્રહોની સમાન જ છે.
ઉત્તરકુરુના નીલવાનાદિ દ્રહની જેમ આ દ્રહોની પૂર્વ-પશ્ચિમ બંને દિશામાં ૧૦-૧૦ કાંચનક પર્વતો કુલ મળી ૫ દ્રહોના ૧૦+ ૧૦ = ૨૦ x ૫ = ૧૦૦ કાંચનક પર્વતો છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉત્તરકુના કાંચનક પર્વતની સમાન છે. દેવકુરુક્ષેત્રમાં શાભલી વૃક્ષ :१५५ कहि णं भंते ! देवकुराए कुराए कूडसामलिपेढे णामं पेढे पण्णत्ते ?
गोयमा ! मंदरस्स पव्वयस्स दाहिणपच्चत्थिमेणं, णिसहस्स वासहरपव्वयस्स उत्तरेणं, विज्जुप्पभस्स वक्खारफव्वयस्स पुरथिमेणं, सीओयाए महाणईए पच्चत्थिमेणं, देवकुरुपच्चत्थिमद्धस्स बहुमज्झदेसभाए, एत्थ णं देवकुराए कुराए कूडसामलीपेढे णामं पेढे पण्णत्ते।
एवं जच्चेव जम्बूए सुदंसणाए वत्तव्वया सच्चेव कूड सामलीए वि भाणियव्वा णामविहूणा । गरुलवेणुदेवे । रायहाणी दक्खिणेणं । सेसं तं चेव जाव देवकुरु य इत्थ देवे पलिओवमट्ठिइए परिवसइ, से तेणटेणं गोयमा! एवं वुच्चइ देवकुरा, देवकुरा।अदुत्तरं च णं देवकुराए सासए जाव अवट्ठिए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!દેવકુરુ નામના કુરુક્ષેત્રમાં ક્રૂટ શાલ્મલી પીઠ નામનો ચબૂતરો ક્યાં છે?
હે ગૌતમ! મંદર પર્વતના દક્ષિણપશ્ચિમમાં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, વિધુત્રભ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સીતોદા મહાનદીની પશ્ચિમમાં, દેવકુફ્રના પશ્ચિમાર્ધની બરાબર મધ્યમાં કૂટ શાલ્મલીપીઠ છે.
જંબૂ સુદર્શન વૃક્ષની સમાન કૂટ શાલ્મલી વૃક્ષનું વર્ણન જાણવું, જંબુ સુદર્શનનના બાર નામ કહ્યા છે, તે અહીં ન કહેવાં. તેના અધિષ્ઠાતા ગરુડ વેણુદેવ છે. તેની રાજધાની મેરુની દક્ષિણ દિશામાં છે. શેષ વર્ણન જંબૂ સુદર્શનની સમાન છે. અહીં એક પલ્યોપમની સ્થિતિવાળા દેવકુ નામના દેવ નિવાસ કરે છે તેથી હે ગૌતમ ! તે ક્ષેત્ર દેવકુરુક્ષેત્ર કહેવાય છે અથવા દેવકુરુ નામ શાશ્વતું છે. યાવત્ અવસ્થિત છે. વિવેચન :
ઉત્તરકુરુક્ષેત્રમાં સીતાનદીની પૂર્વે જંબુસુદર્શના વૃક્ષ છે તેમ દેવકુરુક્ષેત્રમાં સાતોદા નદીની પશ્ચિમે સાધિક ૮ યોજન ઊંચું, ૮ યોજન પહોળું કૂટ શાલ્મલી નામનું વૃક્ષ છે. તેના ઉપર ગરુડ વેણુદેવના ભવન, પ્રાસાદ, વૃક્ષવલયો વગેરે સર્વ વક્તવ્યતા જંબૂવૃક્ષની સમાન છે.