Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
गोमा ! महापउमद्दहस्स सासए णामधिज्जे पण्णत्ते जं ण कयाइ णासी जाव બિન્દ્રે ।
૨૬
ભાવાર્થ :- તે મહાહિમવંત પર્વતની બરાબર મધ્યમાં મહાપદ્મદ્રહ નામનો એક દ્રહ છે. તે બે હજાર(૨,૦૦૦) યોજન લાંબો છે તે એક હજાર(૧,૦૦૦) યોજન પહોળો છે. તે દસ યોજન ઊંડો છે. તે સ્વચ્છ છે, તેનો કિનારો રજતમય છે. લંબાઈ-પહોળાઈને છોડીને શેષ સંપૂર્ણ વર્ણન પદ્મદ્રહની સમાન છે.
મહાપદ્મદ્રહની મધ્યમાં બે યોજનનું પદ્મ છે યાવત્ ત્યાં મહાપદ્મદ્રહના વર્ણ અને પ્રભાવાળા પદ્મો છે. એક પલ્યોપમની સ્થિતિવાળી હી નામની દેવી ત્યાં વાસ કરે છે. (ત્યાં અનેક પદ્મો, ઉત્પલો ઊગે છે તથા ત્યાં શાશ્વતા પૃથ્વીકાયમય અનેક મહાપદ્મો છે તેથી હે ગૌતમ ! તે દ્રહ મહાપદ્મદ્રહ કહેવાય છે અથવા હે ગૌતમ ! મહાપદ્મ એવું તેનું શાશ્વતું નામ છે, તે ક્યારે ય ન હતું તેમ નથી વગેરે યાવત્ અવસ્થિત અને નિત્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાપદ્મદ્રહ અને તદ્ગત પદ્મોનું અતિદેશાત્મક વર્ણન છે. મહાપદ્મ દ્રહનું અને તેના કમળોનું માપ પદ્મદ્રહથી બમણું જાણવું, દ્રહગત કમળવલયોનું સંપૂર્ણ વર્ણન ચુલ્લહિમવંતના પદ્મદ્રહ જેવું જ છે.
રોહિતા, હરિકતા નદી :
४५ तस्स णं महापउमद्दहस्स दाहिणिल्लेणं तोरणेणं रोहिया महाणई पवूढा समाणी सोलस पंचुत्तरे जोयणसए पंच य एगूणवीसइभाए जोयणस्स दाहिणाभिमुही पव्वएणं गंता महया घडमुहपवित्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेग दो जोयणसइएणं पवाएणं पवडइ ।
ભાવાર્થ :- તે મહાપદ્મદ્રહના દક્ષિણી તોરણથી રોહિતા નામની મહાનદી પ્રવાહિત થઈને, મહાહિમવંત પર્વત ઉપ૨ દક્ષિણાભિમુખ એક હજાર છસો પાંચ યોજન અને પાંચ કળા[૧,૬૦૫ ૯ યો.] વહે છે. તત્પશ્ચાત્ મોટા ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ તે રોહિતા મહાનદી સાધિક ર૦૦ યોજન ઉપરથી ધોધરૂપે, મુક્તાવલી હારના સંસ્થાને નીચે પડે છે.
४६ रोहिया णं महाणई जओ पवडइ, एत्थ णं महं एगा जिब्भिया पण्णत्ता । साणं जिब्भिया जोयणं आयामेणं, अद्धतेरसजोयणाइं विक्खंभेणं, कोसं बाहल्लेणं, मगरमुह-विउट्ट-संठाणसंठिया, सव्ववइरामई, अच्छा सण्हा जाव पडिरूवे ।
ભાવાર્થ :- તે રોહિતા મહાનદી જ્યાંથી(પર્વતના જે સ્થાન ઉપરથી) નીચે પડે છે, ત્યાં એક મોટી