Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૧૬ ]
શ્રી જીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
બાણું યોજન અને બે કળા (૧૬,૫૯૨ જેટ યો.) લાંબો છે, ૫૦૦(પાંચસો) યોજન પહોળો છે, નીલવાન વર્ષધર પર્વતની પાસે ૪00 યોજન ઊંચો છે અને ૪00 ગાઉ(૧૦) યોજન) જમીનમાં ઊંડો છે ત્યાર પછી તેની ઊંચાઈ અને ઊંડાઈ ક્રમશઃ વધતી જાય છે. સીતા મહાનદીની પાસે તે ૫૦૦(પાંચસો) યોજન ઊંચો અને ૧૨૫ યોજન જમીનમાં ઊંડો છે. તેનો આકાર ઘોડાના સ્કંધ જેવો છે. તે સંપૂર્ણ રત્નમય, નિર્મળ, સ્નિગ્ધ અને સુંદર છે. તે બંને બાજુએ બે પદ્મવર વેદિકાઓથી અને બે વનખંડોથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન પૂર્વવત્ છે.
ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત ઉપર ઘણો સમતલ અને સુંદર ભૂમિભાગ છે. વાવ ત્યાં દેવ દેવીઓ આશ્રય લે છે, વિશ્રામ કરે છે. १२४ चित्तकूडे णं भंते ! वक्खारपव्वए कइ कूडा पण्णत्ता ?
गोयमा ! चत्तारि कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, चित्तकूडे, कच्छ कूडे, सुकच्छकूडे । समा उत्तरदाहिणेणं परुप्परंति, पढमए सीयाए उत्तरेणं, चउत्थए णीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं ।
एत्थणं चित्तकूडे णामं देवे महिड्डीए जाव रायहाणी वण्णओ जावसे तेणटेणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ચિત્રકૂટ વક્ષસ્કાર પર્વત પર કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ ! તેના ઉપર ચાર ફૂટ છે તે આ પ્રમાણે છે- (૧) સિદ્ધાયતનકૂટ (૨) ચિત્રકૂટ (૩) કચ્છકૂટ (૪) સુકચ્છકૂટ. તે પરિમાણમાં એક સરખા છે.
તે પરસ્પર એક બીજાની ઉત્તર-દક્ષિણમાં છે. તેમાં પહેલુંસિદ્ધાયતનકૂટ સીતા મહાનદીની ઉત્તરમાં અને ચોથું સુકચ્છકૂટ નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં છે. ત્યાં ચિત્રકૂટ નામના પરમ ઋદ્ધિશાળી દેવ નિવાસ કરે છે તેથી તે ચિત્રકૂટ પર્વતના નામે ઓળખાય છે. તેની રાજધાની, પર્વતનું વર્ણન પૂર્વવતુ છે.
વિવેચન :
સોળ વક્ષસ્કાર પર્વત પ્રમાણ
0
TET સ્ટ
પ્રસ્તુત સૂત્રોમાં ચિત્રકૂટ નામના વક્ષસ્કાર પર્વતનું વર્ણન છે. બે વિજયોની વચ્ચે જે પર્વત છે તે વક્ષસ્કાર પર્વત કહેવાય છે. આ પર્વત મહાવિદેહ ક્ષેત્રની વિજયોના વિભાગ કરે છે. એક જ ક્ષેત્રને પૃથક ક્ષેત્રરૂપે વિભાજિત કરનાર પર્વતને વક્ષસ્કાર પર્વત કહે છે. વક્ષસ્કાર પર્વતનું અશ્વસ્કંધ સંસ્થાન :- આ પર્વતનું સંસ્થાન અશ્વ સ્કંધ જેવું અર્થાત્ અશ્વની પીઠ જેવું છે. અશ્વની પીઠ ડોક પાસે નીચી છે અને પછી ક્રમશઃ ઊંચી થતાં થતાં
નિ ૮ ની લ બ ન પ બંt
- રુમ,
1
1
- રેe #3 બ્રેT-
૩૫૯૨૨૭