Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૦ ]
શ્રી જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
सहस्सेहिं आपूरेमाणी-आपूरेमाणी भद्दसालवणं एज्जेमाणी-एज्जेमाणी मंदरं पव्वयं दोहिं जोयणेहिं असंपत्ता पच्चत्थिमाभिमुही आवत्ता समाणी अहे विज्जुप्पभं वक्खारपव्वयं दालइत्ता मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं अवरविदेह वासं दुहा विभयमाणी-विभयमाणी एगमेगाओ चक्कवट्टिविजयाओ अट्ठावीसाए-अट्ठावीसाए सलिलासहस्सेहिं आपूरेमाणी- आपूरेमाणी पंचहिं सलिलासयसहस्सेहिं दुतीसाए य सलिला सहस्सेहिं समग्गा अहे जयंतस्स दारस्स जगई दालइत्ता पच्चत्थिमेणं लवणसमुदं समप्पेइ। ભાવાર્થ :- સીતોદપ્રપાતકુંડના ઉત્તરી તોરણથી સીતોદા મહાનદી પ્રવાહિત થઈને, દેવકુરુક્ષેત્રમાં વહેતી- વહેતી ચિત્ર-વિચિત્ર નામના બે કૂટ પર્વતોની મધ્યમાં થઈને, નિષધ, દેવકુરુ, સૂર, તુલસ અને વિધુત્રભ નામના પાંચ દ્રહોને વિભક્ત કરતી-કરતી, માર્ગમાં આવીને મળતી ૮૪,૦૦૦(ચોર્યાસી હજાર) નદીઓથી પરિપૂર્ણ થઈને તે ભદ્રશાલ વનમાંથી વહેતી-વહેતી મંદરપર્વત બે યોજન દૂર હોય ત્યારે તે પશ્ચિમ તરફ વળાંક લઈ વિધુત્વભ નામના વક્ષસ્કાર-ગજદંત પર્વતને નીચેથી ભેદીને મંદર પર્વતની પશ્ચિમમાં, પશ્ચિમ વિદેહક્ષેત્રના બે ભાગ કરતી વહે છે ત્યારે માર્ગમાં પ્રત્યેક ચક્રવર્તી વિજયની અઠ્ઠાવીસ હજાર ૨૮,000-૨૮,૦૦૦ નદીઓ સીતાદા નદીને મળે છે. આ પ્રમાણે (આ ૪,૪૮,૦૦૦ અને પહેલાની ૮૪,000 એમ કુલ મળીને) પાંચ લાખ બત્રીસ હજાર(૫,૩૨,000)નદીઓના પરિવાર સહિત તે સીસોદા મહાનદી જંબૂદ્વીપની પશ્ચિમદિશાવર્તી જયંત દ્વારની જગતીને નીચેથી ભેદીને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે.
७१ सीओदा णं महाणई पवहे पण्णासंजोयणाई विक्खंभेणं, एगंजोयणं उव्वेहेणं। तयाणंतरं च णं मायाए मायाए परिवड्डमाणी-परिवड्डमाणी मुहमूले पंच जोयणसयाई विक्खंभेणं, दस जोयणाई उव्वेहेणं । उभओ पासिं दोहिं पउमवरवेइयाहिं दोहिं य वणसंडेहिं संपरिक्खित्ता ।
ભાવાર્થ :- સીતોદા મહાનદી તેના ઉદ્દગમ સ્થાનમાં પચાસ યોજન પહોળી છે અને એક યોજન ઊંડી છે. ત્યાર પછી ક્રમશઃ વધતી વધતી જ્યારે સમુદ્રમાં મળે છે ત્યારે તે મુખમૂલ પાસે ૫૦૦ યોજન પહોળી અને ૧૦ યોજન ઊંડી હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં નિષધ પર્વત ઉપરથી પ્રવાહિત થતી હરિસલિલા અને સીતોદા આ બે મહાનદીનું વર્ણન છે.