Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોથો વક્ષસ્કાર
૩૦૭
११० सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ - मालवंते वक्खारपव्वए, मालवंते वक्खारપણ ?
गोयमा! मालवंते णं वक्खारपव्वए तत्थ-तत्थ देसे तर्हि तर्हि बहवे सरियागुम्मा, णोमालियागुम्मा जाव मगदंतियागुम्मा । ते णं गुम्मा दसद्धवण्णं कुसुमं कुसुर्मेति, जे णं तं मालवंतस्स वक्खारपव्वयस्स बहुसमरमणिज्जं भूमिभागं वायविधुयग्गसाला- मुक्कपुप्फ-पुंजोवयार- कलियं करेंति । मालवंते य इत्थ देवे महिड्डीए जाव पलिओवम-ट्ठिइए परिवसइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्च । अदुत्तरं च णं गोयमा ! जावणिच्चे ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! માલ્યવંત વક્ષસ્કાર પર્વતને માલ્યવાન વક્ષસ્કાર પર્વત કહેવાનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! માલ્યવંત વક્ષસ્કાર પર્વત પર ઠેક-ઠેકાણે ઘણી સરિકા નામની પુષ્પલતાઓ, નવ મલ્લિકા નામની પુષ્પલતાઓ યાવત્ મગતિકા નામની પુષ્પલતાઓનો સમૂહ છે. તે લતાઓ ઉપર પંચરંગી ફૂલો ખીલે છે. જે માલ્યવાન વક્ષસ્કારપર્વતના અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગને, પવનથી કંપિત શાખાઓના અગ્રભાગથી ખરેલા પુષ્પ સમૂહથી સુશોભિત કરે છે.
ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા માલ્યવાન્ નામના દેવ નિવાસ કરે છે. હે ગૌતમ ! તેથી તે પર્વત માલ્યવંત વક્ષસ્કાર પર્વત કહેવાય છે અથવા તેનું આ નામ શાશ્વત યાવત્ નિત્ય છે.
વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રથી ઉત્તરકુરુ ક્ષેત્રનું વિભાજન કરનાર બે પર્વતમાં એક ગંધમાદન પર્વત છે અને બીજો આ માલ્યવંત પર્વત છે.
માલ્યવંત પર્વત ફૂટ સ્થાન ઃ– માલ્યવંત વક્ષસ્કાર પર્વત ઉપર નવ ફૂટ છે. તેમાંથી પહેલું સિદ્ધાયતન ફૂટ મેરુની સમીપે માલ્યવાન પર્વત ઉપર છે. પ્રથમ કૂટ મેરુની ઈશાન દિશામાં, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એકબીજાની અપેક્ષાએ ઈશાનમાં છે. પાંચમું કૂટ છઠ્ઠા ફૂટની દક્ષિણમાં છે. શેષ ચારે કૂટ ઉત્તર-દક્ષિણ શ્રેણી બદ્ધ છે. હરિસ્સહ ફૂટ – હરિસ્સહ કૂટ યમક પર્વતની જેમ ૧,૦૦૦ યોજન ઊંચુ અને મૂળમાં ૧,૦૦૦ યોજન પહોળું છે. માલ્યવંત પર્વત ૫૦૦ યોજન પહોળો છે, તેથી આ ફૂટ(શિખર) પવર્તની બંને બાજુએ ૨૫૦૨૫૦ યોજન બહાર નીકળેલું છે. વચ્ચે પાંચસો યોજનનો આધાર રહેવાથી ૨૫૦-૨૫૦ યોજન બહાર રહેવું અશક્ય નથી.
માલ્યવાન પર્વતના નવકૂટમાંથી સિદ્ધાયતનકૂટને વિર્જને શેષ આઠ ફૂટમાંથી પાંચમા, છઠ્ઠા બે ફૂટ ઉપર દેવી અને શેષ છ ફૂટ ઉપર ફૂટના નામવાળા દેવના આવાસ સ્થાનનો છે.