Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦૪ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
જબૂવૃક્ષની પહોળાઈ – જંબૂવૃક્ષના થડમાં જ્યાંથી પૂર્વાદિ ચારે દિશામાં શાખા ફૂટે છે. તે મધ્ય ભાગમાં, જંબૂવૃક્ષ ૮ યોજન પહોળું છે. (બંને શાખા ફll + all યોજન + થડની પહોળાઈol યોજન = ૮ યોજન પહોળું છે.) વધુમસમાપ – વૃક્ષનો મધ્યભાગ. વૃક્ષની ઉંચાઈના વચ્ચોવચ્ચ સ્થળે તે આઠ યોજન વિસ્તારવાળો છે. અર્થાતુ શાખાઓનો અધિકતમ વિસ્તાર અને વૃક્ષની અધિકતમ પહોળાઈ આઠ યોજનની છે તેમ સમજવું. જબક્ષ વલયો : પ્રથમ વલય - મૂળ જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષ પ્રથમ વલયમાં છે. તેમાં અનાદત દેવના આભૂષણો રહે છે. બીજું વલય :- પ્રથમવલયના જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણવાળા ૩૪,૦૧૧(ચોત્રીસ હજાર અગિયાર) જંબૂવૃક્ષો, બીજા વલયમાં છે. યથા- વાયવ્ય, ઉત્તર, ઈશાન આ ત્રણ દિશામાં સામાનિક દેવોના ૪,૦૦૦(ચાર હજાર) જંબૂવૃક્ષો છે. પૂર્વદિશામાં અગ્રમહિષીઓના ૪જબૂવૃક્ષો છે. અગ્નિકોણમાં આવ્યંતર પરિષદના દેવોના ૮,૦૦૦ (આઠ હજાર) જંબૂવૃક્ષો છે. દક્ષિણદિશામાં મધ્યમ પરિષદના દેવોના ૧૦,૦૦૦(દસ હજાર) જંબૂવૃક્ષો છે. નૈઋત્યકોણમાં બાહ્ય પરિષદના દેવોના ૧૨,૦૦૦(બાર હજાર) જંબૂવૃક્ષો છે. પશ્ચિમ દિશામાં સાત સેનાપતિના ૭ જેબૂવૃક્ષો છે. ત્રીજું વલય :- બીજા વલયના જંબૂવૃક્ષો કરતાં અર્ધા પ્રમાણવાળા આત્મરક્ષક દેવોના ૧૬૦૦૦(સોળ હજાર) જંબૂવૃક્ષો છે. સર્વ મળીને ૧ + ૧૦૮ + ૩૪,૦૧૧ + ૧૬,૦૦૦ = ૫૦,૧૨૦ જંબૂવૃક્ષો, મૂળ જંબુવક્ષને ફરતા ત્રણ વલય રૂપે રહ્યા છે. આ ત્રણે ય વલય શ્રીદેવીના કમળ વલયોની જેમ જ જાણવા. જેબૂ વનખંડો
જંબૂ વનખંડો – જંબૂવૃક્ષોના ત્રણ વલયની ચારે બાજુ ૧૦૦-૧૦૦ યોજનાના ચક્રવાલ વિખંભવાળા ત્રણ વનખંડ છે. પ્રથમ વનડગત ચાર ભવનો :- ૧૦૦ યોજનના આ વનખંડમાં ૫0 યોજન અંદર પૂર્વાદિ ચારે દિશામાં એક-એક, તેમ ૪ ભવન છે. તેમાં અનાદત દેવની આરામ કરવાની શય્યા છે. પ્રથમ વનડગત ચાર પ્રસાદ :- આ આત્યંતર વનખંડમાં ૫૦ યોજન અંદર ચારે વિદિશામાં ચાર-ચાર
તેમ કુલ ૧૬ વાવડીઓ છે અને તે વાવડીઓની મધ્યમાં બદ્ધ બન_
૧-૧ પ્રાસાદ છે. તે પ્રાસાદમાં અનાદત દેવના સિંહાસન
છે. કુલ મળી ૧૬ વાવડીઓ છે અને ૪ પ્રાસાદ છે. પ્રથમ વનગત કૂટ સંખ્યા :- ચાર દિશા અને ચાર વિદિશાની વચ્ચેના આંતરામાં અર્થાત્ ભવન અને પ્રાસાદની વચ્ચે સુવર્ણમય એવા એક-એક ફૂટ છે. કુલ મળીને આઠ કૂટ છે. અન્ય બે વનખંડમાં માત્ર વૃક્ષાદિ છે. દેવ ભવનાદિ નથી.
(
સ )
.
.
શ્વેત૨ થી
[
ક વ ન
.