Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ચોથો વક્ષસ્કાર
→ Tr
શ્રીદેવીનું મુખ્ય પદ્મ ભવન
બચપન
કટિકા
માણસા
તંતુ નાલ નુવર્ણ તપ
ન
AEEE
બેંકમાં મય
રામપુત્ર
Sisi નાય
-વિટ્રનમય Εξέ
શ્રીદેવીના પદ્મોની ગોઠવણી
ઉત્તર
OCT 21
૨૪૫
તે રત્નો, મણિઓ આદિ પૃથ્વીકાયમય છે. તેની પાંદડીઓ તપનીય-તપાવેલા સુવર્ણ જેવી લાલ છે. તેની ચારે બાજુ |કુલ ૧૮ યોજન ઊંચી જગતી(કિલ્લો) છે. પદ્મદ્રહના પદ્મોની રચના, ગોઠવણી :– પદ્મદ્રહમાં શ્રીદેવી અને તેના પરિવારના ૧ ક્રોડ, ૨૦ લાખ, ૫૦ હજાર અને ૨૦ કમળો છે. તે સર્વ પદ્મો શાશ્વતા પૃથ્વીકાયના છે. તે પદ્મો પદ્મદ્રહના આકાર અને વર્ણ- વાળા છે. પદ્મદ્રહની મધ્યમાં શ્રીદેવીનું મૂળ પદ્મ અને તેની ચારે બાજુ છ વલયમાં છ પ્રકારના શેષ પદ્મો ગોઠવાયેલા છે.
તવધુ વત્તપ્પમાળમિત્તાનં :- છ વલયમાં રહેલા કમળો પૂર્વ-પૂર્વ કરતાં ઊંચાઈમાં અર્ધ પ્રમાણવાળા છે અર્થાત્ તે આગળના પદ્મની પાણીની ઉપરની ઊંચાઈ અર્ધ પ્રમાણવાળી અને લંબાઈ-પહોળાઈ પણ અર્ધ પ્રમાણ હોય છે. જેમ કે– પ્રથમ વલયના ૧૦૮ કમળો કેન્દ્રના
શ્રીદેવીના પદ્મ કરતાં અર્ધા માપ- વાળા છે. તે અર્ધ યોજન લાંબા, પહોળા અને ટ્રુ યોજન પ્રમાણ પાણીથી ઉપર છે. બીજા વલયના પદ્મો પ્રથમ વલયના પદ્મ કરતાં અર્ધા છે અને મૂળ પદ્મ કરતાં છે. તેમ અંતિમ વલય પર્યંત જાણવું. તે સર્વ વલયના પદ્મો અર્ધા અર્ધા પ્રમાણવાળ । હોવાથી જ ૧,૦૦૦ યોજન લાંબા-પહોળા પદ્મદ્રહમાં તે સર્વ પદ્મો સમાય શકે છે. તે સર્વ પદ્મોનું કુલ ક્ષેત્રફળ ૨,૦૦,૦૦૫ યોજન થાય છે અને પદ્મદ્રહનું ક્ષેત્રફળ પાંચ
f00000.
દક્ષિણ
લાખ યોજન છે. તેથી તેમાં સર્વ પદ્મો સહજ રીતે સમાઈ શકે છે.
પ્રથમ વલયના ૧૦૮ પદ્મોમાં શ્રીદેવીના આભૂષણો હોય છે. ફ્લુ = શ્રીવેવ્યા મૂજબાલિ વનિ तिष्ठन्ति इति सूत्रानुक्तोऽपि विशेषो बोध्यः । - વૃત્તિ.
ગંગા, સિંધુ, રોહિતાશા નદી :
१४ तस्स णं पउमद्दहस्स पुरत्थिमिल्लेणं तोरणेणं गंगा महाणई पवूढा समाणी पुरत्थाभिमुही पंच जोयणसयाइं पव्वएणं गंता गंगावत्तकूडे आवत्ता समाणी पंच तेवीसे जोयणसए तिण्णि य एगूणवीसइभाए जोयणस्स दाहिणाभिमुही पव्वएणं गंता महया घडमुहपवत्तिएणं मुत्तावलीहारसंठिएणं साइरेगजोयणसइएणं पवाएणं
पवडइ ।