Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૫૮ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
પહોળી છે. તેનું વિસ્તૃત વર્ણન વિજય દેવની રાજધાની સમાન જાણવું.
શેષ કૂટોની લંબાઈ, પહોળાઈ, પરિધિ, પ્રાસાદ, દેવ, સિંહાસન, દેવ અને દેવીઓની રાજધાનીઓ આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. આ કૂટોમાંથી ચુલ્લહિમવંત, ભરત, હેમવત અને વૈશ્રમણ આ ચાર ફૂટ ઉપર દેવ નિવાસ કરે છે અને તે સિવાયના બીજા કૂટો ઉપર દેવીઓ નિવાસ કરે છે. |३६ से केणटेणं भंते ! एवं वुच्चइ चुल्लहिमवंते वासहरपव्वए-चुल्लहिमवंते वासहरपव्वए ?
गोयमा ! महाहिमवंतवासहरपव्वयं पणिहाय आयामुच्चत्त-उव्वेहविक्खंभ परिक्खेवं पडुच्च ईसिंखुड्डतराए चेव हस्सतराए चेव णीयतराए चेव चुल्लहिमवंते इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिईए परिवसइ । से एएणतुणं गोयमा ! एवं वुच्चइ- चुल्लहिमवंते वासहरपव्वए, चुल्लहिमवते वासहरपव्वए । अदुत्तरं च णं गोयमा ! चुल्लहिमवंतस्स सासए णामधेज्जे पण्णत्ते- जंण कयाइ णासि जाव fબન્ને I ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ચુલ્લહિમવંત વર્ષધર પર્વતને ચુલ્લહિમવંત વર્ષધર પર્વત કહેવાનું શું કારણ?
ઉત્તર- હે ગૌતમ!મહાહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાએ ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની લંબાઈ, ઊંચાઈ, જમીનમાં ઊંડાઈ, પહોળાઈ અને પરિધિ શુદ્ધતર-નાની, હ્રસ્વતર અને ન્યૂનતર છે તથા ત્યાં પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા ચલહિમવંત નામના દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે પર્વત ચુલ્લહિમવંત વર્ષધર કહેવાય છે.
અથવા હે ગૌતમ! ચલહિમવંત વર્ષધર પર્વત-આ નામ શાશ્વત છે. તે ક્યારે ય ન હતું તેમ નથી યાત નિત્ય અવસ્થિત છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભરતક્ષેત્ર અને હેમવય ક્ષેત્રને વિભક્ત કરતાં ચુલ્લહિમવંત નામના વર્ષધર પર્વતના કૂટોનું વર્ણન છે. ચુલ્લહિમવત ફૂટ સંખ્યા - ચુલ્લહિમવંત પર્વત ઉપર સિદ્ધાયતન વગેરે ૧૧ ફૂટ છે. પ્રથમ સિદ્ધાયતન કૂટ પર્વતની પૂર્વ દિશામાં છે. તે કૂટો પૂર્વથી પશ્ચિમ તરફ અનુક્રમથી સ્થિત છે અને પશ્ચિમમાં અંતિમ વૈશ્રમણ કૂટ છે.