Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
-
શ્રી જંબૂદીપ પ્રાપ્તિ સૂત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂતીપમાં ચુલ્લહિમવંત નામનો વર્ષધર પર્વત ક્યાં છે ?
ઉત્તર– હે ગૌતમ! જંબુદ્રીપ નામના આ દ્વીપમાં હેમવય ક્ષેત્રની દક્ષિણમાં, ભરતક્ષેત્રની ઉત્તરમાં, પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં, ચુલ્લહિમવંત પર્વત છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે. તે પૂર્વી સીમાન્તે પૂર્વી લવણ સમુદ્રને અને પશ્ચિમી સીમાન્તે પશ્ચિમી લવણ સમુદ્રને સ્પર્શે છે.
તે સો યોજન ઊંચો છે. તે પચ્ચીશ યોજન ભૂમિગત-ઊંડો છે. તે એક હજાર બાવન યોજન અને બાર કળા(૧,૦પર ૢ યો.) પહોળો છે. તેની પૂર્વ-પશ્ચિમવર્તી બંને બાહ્ય પાંચ હજાર, ત્રણસો પચાસ યોજન અને સાડા પંદર કળા (૫,૩૫૦ પા યો.) છે.
તેની ઉત્તરવર્તી જીવા પૂર્વ-પશ્ચિમ લાંબી છે અને તે ચોવીસ હજાર, નવસો, બત્રીસ યોજન અને અર્ધી કળા (૨૪,૯૩ર યો. અર્ધી કળા) છે. તેના પૂર્વી-પશ્ચિમી બંને છેડા લવણ સમુદ્રને સ્પર્શે છે. તેની દક્ષિણવર્તી ધનુઃપૃષ્ઠની પરિધિ પચ્ચીશ હજાર બસો ત્રીસ યોજન અને ચાર કળા(૨૫,૨૩૦૨૯ યો.) છે.
તેનું સંસ્થાન (આકાર) રૂચક નામના ગળાના આભૂષણ વિશેષ જેવું છે. તે પર્વત સંપૂર્ણ સુવર્ણમય, ઉજ્જવળ, સ્વચ્છ અને શ્લેષ્ણ યાવત મનોહર છે. તેની ઉત્તર-દક્ષિણ બંને બાજુએ બે પદ્મવરવેદિકા અને બે વનખંડ છે. આ ચુલ્લહિમવંત પર્વતની ઉપર બહુ રમણીય, ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ ભૂમિભાગ છે યાવત્ ત્યાં ઘણા દેવ-દેવીઓ બેસે છે યાવત્ વિચરે છે.[પદ્મવર વેદિકા અને વનખંડનું છે વર્ણન વક્ષસ્કાર-૧ અનુસાર જાણવું છે.]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચુાહિમવંત પર્વતનું સ્થાન, માપ, વનખંડાદિનું વર્ણન છે.
ચુમ્બતિમવંત પર્વત પ્રકાશ –
દિશા ઊંચાઈ|ઊંડાઈ| પહોળાઈ બાહા જીવા
મેરુપર્વતની | ૧૦૦ ૨૫ ૧,૦૫૨ ૫,૩૫૦ દક્ષિણમાં યોજન | યોજન યો. યો. ભારતત્રની ૧૨ કળા ૧પા કળા બાકળા
ઉત્તરવર્તી |૨૪,૯૩૨ યો.
ઉત્તરમાં
ધ:પૃષ્ઠ શર સંસ્થાન સ્વરૂપ
૨૫,૨૩૦ | ૧,૫૭૮ | રૂચક—ગળના | સુવર્ણ
આભરણ
મય
યો. ૪ કળા
યોજન ૧૮ કળા
જેવું
વાસER :– વર્ષધર પર્વત. વર્ષ = ક્ષેત્ર. ક્ષેત્રની સીમાનું નિર્ધારણ કરે, સીમા નિશ્ચિત કરે તેને વર્ષધર પર્વત કહે છે. જંબૂવીપમાં છ વર્ષધર પર્વત છે અને તેના કારણે જંબૂદીપ સાત વિભાગમાં વિભક્ત થાય છે. ચુલ્લહિમવંત વર્ષધર પર્વત દક્ષિણાર્ધ જંબૂદ્રીપમાં સ્થિત છે. તે ભરતક્ષેત્ર અને હેમવય ક્ષેત્રની સીમા