Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજો વક્ષસ્કાર
૧૫૧
પંડિતો હોય છે તથા ૪૫ પ્રકારના દેવની પૂજા વિધિમાં વિચક્ષણ હોય છે. તે વાસ્તુપરીક્ષાના વિધિજ્ઞ હોય છે. વિવિધ પરંપરાનુગત પ્રાસાદો-મહેલો, ભોજનશાળા, કિલ્લા, વાસગૃહ-શયનગૃહના યથાયોગ્ય નિર્માણમાં નિપુણ હોય છે. તે છેદન યોગ્ય, વેધન યોગ્ય, કાષ્ઠાદિ વિધિ તથા દાનકર્મ-ગેરુ કે લાલ રંગના દોરા (નાડાછડી) આદિ બાંધવાની વિધિઓમાં પ્રધાન બુદ્ધિવાળા હોય છે, જલગત ભૂમિને પાર કરવાના સાધનોની રચનામાં કુશળ હોય છે. તે જળગત-સ્થળગત ભોંયરાઓ બનાવવા, સુરંગાદિ મૂકવા, ખાઈઓ ખોદવા વગેરેના કાળજ્ઞાન અર્થાત્ શુભ સમયના જ્ઞાતા હોય છે. તે શબ્દ શાસ્ત્ર પ્રમાણે વાસ્તુ પ્રદેશ–ઘર બનાવવાની ભૂમિમાં ઉગેલી ફળાભિમુખવેલો, કન્યાની જેમ (કન્યા સંતાન રૂ૫ ફળ ન આપે તેમ) નિષ્ફળ કે દુષ્કળ વેલો, વૃક્ષો, વૃક્ષો પર ચડતી લતાઓ, વેષ્ટનોના ગુણદોષના જ્ઞાતા હોય છે. તે વર્ધકી રત્ન ગુણાઢ ય(પ્રજ્ઞા, હસ્તલાઘવાદિ ગુણોથી) યુક્ત હોય છે. તે ૧૬ પ્રકારના મહેલ, ઘર બનાવવામાં તથા શિલ્પ શાસ્ત્રાનુસારી ૬૪ પ્રકારના ગૃહ નિર્માણમાં વિસ્તૃત મતિવાળા હોય છે. તે નંદાવર્ત, વર્ધમાનક, સ્વસ્તિક, રૂચક, સર્વતોભદ્ર આદિ વિશેષ પ્રકારના ગૃહો, ધ્વજાઓ, ઇદ્રાદિ દેવ પ્રતિમાઓ, કોષ્ઠ ભવનની મેડીઓ અથવા ધાન્યના કોઠારો, લોકો વાસ કરી શકે તેવી પર્વતીય-ગિરિગુફાઓ, ખાઈ કે પુષ્કરિણીઓ, યાન-પાલખી વગેરે વાહનાદિના નિર્માણમાં કુશળ હોય છે.
ગાથાર્થ- બહુગુણવાન, પૂર્વાચરિત તપ-સંયમથી પ્રાપ્ત એવું નરેન્દ્ર ચંદ્ર(ચક્રવર્તી)નું આ ગાથાપતિરત્નવધેકી રત્ન, “હું શું કરું?, ચકીની હું શું સેવા કરું?" તેમ વિચારતા ચક્રીની સમીપે રહે છે. ll૧ll
નરેન્દ્ર-ભરત ચક્રીના છાવણી બનાવવાના આદેશ વચનોથી વર્ધકીરત્ન દૈવી શક્તિ દ્વારા મુહૂર્ત માત્રમાં ચક્રી માટે પ્રાસાદ અને અન્ય સૈન્યાદિ માટે આવાસનું નિર્માણ કરે છે.
આવાસોનું નિર્માણ કરીને શ્રેષ્ઠ પૌષધશાળાનું નિર્માણ કરે છે, ત્યારપછી તે ભરતરાજા પાસે આવે છે, આવીને કાર્ય થઈ ગયાના સમાચાર આપે છે. ભરતરાજા સ્નાન કરીને બહાર નીકળી, ચાતુર્ઘટ અશ્વ રથ સમીપે આવે છે. તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. | २५ तए णं तं धरणितलगमणलहुं ततो बहुलक्खणपसत्थं हिमवंतकंदरंतर-णिवायसंवद्धिय चित्त तिणिसदलियं जंबूणयसुकयकूबरं कणयदंडियारं पुलयवइरइंदणीलसासग-पवाल-फलिह-वररयण-लेठुमणि-विद्मविभूसियंड अडयालीसाररइय-तवणिज्जपट्टसंगहिय-जुत्ततुंबं पघसिय-पसिय-णिम्मिय-णवपट्ट-पुट्ठपरिणिट्ठियं विसिट्ठ लट्ठणवलोह-वद्धकम्मं हस्पिहरणरयण-सरिसचक्कं कक्केयणइंदणी सासग सुसमाहियबद्धजालकडगं पसत्थ विच्छिण्णसमधुरं पुरवरं च गुत्तं सुकरणतवणिज्ज जुत्तकलियं कंकडगणिजुत्तकप्पणं पहरणाणुजायं खेडग-कणग-धणु-मंडलग्ग-वरसत्ति कोत्तोमस्सरसयबत्तीसतोणपरिमंडियं कणगरयणचित्तं जुत्तं हलीमुह-बलाग गयदंत चंद-मोत्तिय-तणसोल्लिय-कुंद-कुडय-वरसिंदुवार-कंदल-वरफेणणिगर-हार