Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭૨ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સુત્ર
जला महाणई तेणेव उवागच्छइ, उवागच्छित्ता वड्डइरयणं सद्दावेइ, सद्दवेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! उम्मग्गणिमग्गजलासुमहाणईसु अणेगखंभ सयसण्णिविढे अयलमकंपे अभेज्जकवए सालंबणबाहाए सव्वरयणामए सुहसंकमे करेहि, करेत्ता मम एयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणाहि ।। ભાવાર્થ :- ત્યાર પછી ભરતરાજા ચક્રરત્ન દ્વારા નિર્દિષ્ટ માર્ગે આગળ વધતાં યાવતુ સેના સાથે ઉચ્ચ સ્વરથી સિંહનાદ કરતાં અનેક રાજાઓ સાથે સિંધુ મહાનદીના પૂર્વદિશાના કિનારે (તિમિસ ગુફામાં) ઉન્મગ્નજલા મહાનદીની સમીપે આવીને પોતાના વર્ધકીરત્ન(શ્રેષ્ઠ શિલ્પી)ને બોલાવે છે. તેને બોલાવીને કહે છે કે “હે દેવાનુપ્રિય ! ઉમેગ્નજલા અને નિમગ્નજલા મહાનદીઓ ઉપર ઉત્તમ પુલ બનાવો. સેંકડો થાંભલોઓ ઉપર સ્થિત, અચલ, અકંપ, સુદઢ, કવચની જેમ અભેદ્ય, બંને બાજુ એ આલંબનરૂપ, આધારભૂત દીવાલો સહિત સંપૂર્ણ રત્નમય, લોકો સુખપૂર્વક પાર કરી શકે તેવો પુલ બનાવો અને મારા આદેશ પ્રમાણે તે કાર્ય થઈ જાય એટલે મને સમાચાર આપો." ५४ तए णं से वड्डइरयणे भरहेणं रण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठ जाव विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता खिप्पामेव उम्मग्ग-णिमग्गजलासु महाणईसु अणेग खंभसय सण्णिविढे जाव सुहसंकमे करेइ, करेत्ता जेणेव भरहे राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एयमाणत्तियं पच्चप्पिणइ । ભાવાર્થ - ભરતરાજાના આ પ્રમાણે કહે છે ત્યારે તે વર્ધકી રત્ન પોતાના ચિત્તમાં હર્ષિત, સંતુષ્ટ થાય છે વાવ વિનયપૂર્વક રાજાના આદેશનો સ્વીકાર કરે છે. રાજાજ્ઞા સ્વીકારીને તરત જ તે ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની નદીઓ ઉપર સેંકડો થાંભલાઓવાળો તથા લોકો સુખપૂર્વક નદીને પાર કરી શકે તેવો પુલ બનાવે છે, બનાવીને ભરત રાજાને સમાચાર આપે છે. ५५ तए णं से भरहे राया सखंधावार-बले उम्मग्गणिमग्गजलाओ महाणईओ तेहि अणेगखंभसयसण्णिविटेहिं जाव सुहसंकमेहिं उत्तरइ । ભાવાર્થઃ- ત્યાર પછી ભરતરાજા પોતાની સમગ્ર સેના સાથે સંકડો થાંભલાઓ ઉપર સ્થિત, એવા પુલ દ્વારા ઉન્મગ્નજલા અને નિમગ્નજલા નામની નદીઓની પાર કરે છે. |५६ तए णं तीसे तिमिसगुहाए उत्तरिल्लस्स दुवारस्स कवाडा सयमेव महया महया कोंचारवं करेमाणा सरसरस्स सग्गाइं सग्गाइं ठाणाई पच्चोसक्कित्था । ભાવાર્થ :- આ પ્રમાણે જેવી નદીઓ પાર કરે તરત જ તિમિસગુફાના ઉત્તરી દ્વારના બારણાં ક્રૌંચ પક્ષીની જેમ કિચૂડ-કિચૂડ અવાજ કરતાં સડસડાટ પોતાની મેળે જ ખૂલી જાય છે.