Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
अणेग-धण्णावरण-हारियग-अल्लग-मूलग-हलिह-लाउय-तउस-तुंबकालिंग-कविट्ठअंब-अंबिलिय-सव्वणिप्फायए सुकुसले गाहावइरयणेत्ति सव्वजणविस्सुयगुणे । ભાવાર્થ - ત્યારપછી અન્ય કોઈ વસ્તુ તેના જેવી ન હોય તેવા અતિપ્રધાન, સુંદર, મનોહરમાં મનોહર રૂપવાળા ગાથાપતિ રત્ન શિલાની જેમ સ્થિર એવા ચર્મરત્ન ઉપર ડાંગર, જવ, ઘઉં, મગ, અડદ, તલ, કળથી, તંદુલ, વાલ, કોદરા, કોસ્તંભરી-ધાન્ય વિશેષ, કાંગ, રાળ વગેરે અનેક પ્રકારના ધાન્ય-અનાજ તથા વરણ-વનસ્પતિ વિશેષ; ભાજી વગેરે પત્રશાક; આદુ, મૂળા, હળદર વગેરે કંદમૂળ, દૂધી, કાકડી, તુંબડા, ચીભડા કોઠીંબડા, આમ્ર, આંબળા વગેરે સર્વ પદાર્થોના બીજ નાખી, સૂર્યાસ્ત સુધી તે પદાર્થ ઊગાડવામાં કુશળ કૃષિકારરૂપે મનુષ્યોમાં પ્રસિદ્ધ હોય છે.
७३ तए णं ते गाहावइरयणे भरहस्स रण्णो तद्दिवसप्पइण्ण-णिप्फाइय-पूयाणं सव्वधण्णाणं अणेगाई कुंभसहस्साई उवट्ठवेति । ભાવાર્થ - ત્યારપછી તે ગાથાપતિરત્ન તે જ દિવસે વાવેલા અને તે જ દિવસે પકાવી, લણીને સાફ કરીને તૈયાર કરેલા સર્વધાન્યના અનેક હજારો કુંભ ભરતરાજાને અર્પણ કરે છે. |७४ तए णं से भरहे राया चम्मरयणसमारूढे छत्तरयणसमोच्छण्णे मणिरयणउज्जोए समुग्गयभूएणं सुहंसुहेणं सत्तरत्तं परिवसइ
णवि से खुहा ण तण्हा, णेव भयं णेव विज्जए दुक्खं ।
भरहाहिवस्स रण्णो, खंधावारस्सवि तहेव ॥१॥ ભાવાર્થ :- ત્યારપછી તે ભરત રાજા ચર્મરત્વ પર આરૂઢ, છત્રરત્નથી સુરક્ષિત અને મણિરત્ન દ્વારા ઉદ્યોતિત, બંધ કરેલા સંપુટની જેવા તે સંપુટમાં સુખપૂર્વક સાત રાત્રિ-દિવસ પસાર કરે છે.
ગાથાર્થ– તે સાત રાત્રિ દિવસમાં ભરતરાજા અને તેના સૈન્યને ભૂખ, દીનતા, ભય કે દુઃખનો અનુભવ થતો નથી.
७५ तए ण तस्स भरहस्स रण्णो सत्तरत्तंसि परिणममाणंसि इमेयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- केस णं भो ! अपत्थियपत्थए दुरंतपंतलक्खणे जाव परिवज्जिए जेणं ममं इमाए एयाणुरूवाए दिव्वाए देविड्डीए जाव अभिसमण्णागयाए उप्पिं विजयखंधावारस्स जाव वासं वासइ । ભાવાર્થ:- આ પ્રમાણે સાત દિવસ રાત પસાર થયા ત્યારે ભરત રાજાના મનમાં એવો વિચાર, ભાવ, સંકલ્પ ઉત્પન્ન થાય છે અને તે વિચારે છે કે મૃત્યુને ઇચ્છનારા, દુઃખદ અંત અને અશુભલક્ષણવાળા એવા