Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૦
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
જેમ પ્રત્યક્ષ વિનીત હોય છે. તે પાણી, અગ્નિ, પત્થર, ધૂળ, કાદવ, કાંકરા, રેતી, નદીતટ, પર્વતોની ખીણ, ગિરિ કંદરાને પાર કરવામાં સમર્થ હોય છે.
તે અચંડપાતી-સમર્થ યોદ્ધાઓ પણ તેને રણમાં પછાડી શકતા નથી; દંડપાતી- વિચાર્યા વિના શત્રુ સેના પર દંડની જેમ કૂદી પડવાના સ્વભાવવાળો તથા અનૠપાતી-દુર્દાત શત્રુ સેના જોઈને કે માર્ગના થાકથી કદિ પણ ડરતો નથી. તેનું તાળવું કાળાશ રહિત હોય છે. તે યથાસમયે જ હણહણાટ કરે છે અથવા રાજ્યમાં અરાજકતા ફેલાવાની હોય ત્યારે અશુભ સૂચક હણહણાટ કરે છે. તે યુદ્ધાવસરે અલ્પનિદ્રા લે છે. તે ઉચિત્ત સ્થાને જ મળ-મૂત્રનો ત્યાગ કરે છે. તે પરીષહ વિજેતા અર્થાતુ યુદ્ધ સમયે પ્રાપ્ત પીડાથી અખિન્ન રહે છે. તે જાતિવંત-ઉચ્ચ નસલનો હોય છે. તેનું મોગરાના પુષ્પ જેવું નાક, પોપટની પાંખ જેવો સોહામણો વર્ણ, સુકોમળ શરીરવાળો તે અશ્વ અતિસુંદર દેખાય છે. આવા કમલામેલ નામના અશ્વરત્ન પર સેનાપતિ આરૂઢ થાય છે. ६४ कुवलयदलसामलं च रयणिकस्मंडलणिभं सत्तुजणविणासणं कणगरयणदंडं णवमालियपुप्फसुरहिगंधिं णाणामणिलय भत्तिचित्तं च पधोतमिसिमिसिंततिक्खधारं दिव्वं खग्गरयणं लोके अणोवमाणं तं च पुणो वंसरुक्ख-सिंगट्टिदंतकालायस विपुल लोहदंडक वरवइरभेदकं जाव सव्वत्थ अप्पडिहयं किं पुण देहेसु जंगमाणं?
पण्णासंगुलदीहो, सोलस सो अंगुलाई विच्छिण्णो । अद्धंगुलसोणीको, जेट्ठपमाणो असी भणिओ ॥१॥
असिरयणं णरवइस्स हत्थाओ तं गहिऊण जेणेव आवाडचिलाया तेणेव उवागच्छइ, उवागच्छित्ता आवाडचिलाएहिं सद्धि संपलग्गो यावि होत्था । तए णं से सुसेणे सेणावई ते आवाडचिलाए हयमहियपवरवीरघाइय जाव दिसो दिसिं पडिसेहेइ । ભાવાર્થ :- ચક્રવર્તીનું અસિરત્ન = તલવાર નીલકમળ જેવી શ્યામ હોય છે. તેને ઘૂમાવવામાં આવે ત્યારે તે ચંદ્રમંડળ જેવી લાગે છે. તે શત્રુ વિઘાતક હોય છે. તેની મૂઠ કનક રત્નની બનેલી હોય છે. તે નવમલ્લિકાના પુષ્પ જેવી સુગંધથી સુવાસિત હોય છે. વિવિધ મણિમય લતા આદિના ચિત્રોથી ચિત્રિત તે તલવાર બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. શાણ પર ઘસવાથી તેની ધાર તીક્ષ્ય અને ઉદ્યોતિત રહે છે. આ તલવાર દેવ અધિષ્ઠિત હોય છે. અનુપમ એવી તે તલવાર વાંસ, વૃક્ષ, શીંગડા, હાડકા, હાથીદાંત, કાલાયસ- લોહદંડ, વજ(હીરા)નું ભેદન કરવામાં સમર્થ છે યાવતું સર્વત્ર અપ્રતિહત હોય છે અર્થાત્ સર્વ દુર્ભેદ્ય વસ્તુનું પણ ભેદન કરે છે તો જંગમ-હરતા ફરતા મનુષ્યો, પશુના શરીરોને ભેદી નાખે તેમાં આશ્ચર્ય શું? તે તલવાર ઉત્કૃષ્ટ માપથી ૫૦ અંગુલ લાંબી, ૧૬ અંગુલ પહોળી, અર્ધ અંગુલ જાડી હોય છે.
આવા અસિરત્નને ભરતરાજાના હાથમાંથી ગ્રહણ કરીને સુષેણ સેનાપતિ જ્યાં આપાત કિરાતો