Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ત્રીજી વક્ષસ્કાર
૧૩૧ |
અતિ સૌમ્ય મનવાળા અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા તે આયુધરક્ષક દિવ્ય ચક્રરત્ન સમીપે આવીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, હાથ જોડીને ચક્રરત્નને પ્રણામ કરે છે, પ્રણામ કરીને આયુધશાળામાંથી બહાર નીકળે છે, નીકળીને જ્યાં બહાર ઉપસ્થાનશાળા (સભા-કચેરી)માં ભરત રાજા હોય ત્યાં આવે છે, આવીને હાથ જોડીને “આપનો જય હો, આપનો વિજય હો" એવા શબ્દોથી જયઘોષ કરતા રાજાને વધામણી આપે છે કે “હે દેવાનુપ્રિય! આપની આયુધશાળામાં દિવ્ય ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. હે દેવાનુપ્રિય ! આ ઈષ્ટ અર્થનું નિવેદન કરવા હું આવ્યો છું. આ સમાચાર આપને પ્રિયકારી થાઓ." |४ तए णं भरहे राया तस्स आउहरियस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म हटे जाव विसप्पमाणहियये वियसियवरकमलणयणवयणे, पयलियवरकडगन्तुडियकेऊरमउड कुण्डल हारविरायंतरइयवच्छे, पालंबपलंबमाणघोलंतभूसणधरे, ससंभमं, तुरियं, चवलं परिंदे सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरूहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करेत्ता अंजलिमउलियग्गहत्थे चक्करयणाभिमुहे सत्तट्ठपयाई अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणितलंसि णिहट्ट करयल जाव अंजलि कटु चक्करयणस्स पणामं करेइ, करेत्ता तस्स आउहघरियस्स अहामालियं मउडवज्जं ओमोयं दलयइ, दलइत्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता सक्कारेइ, सम्माणेइ, सक्कारेत्ता सम्माणित्ता पडिविसज्जेइ, पडिविसज्जेत्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे ।
ભાવાર્થ :- આયુધશાળાના રક્ષક પાસેથી ચક્રરત્નની ઉત્પત્તિના સમાચાર સાંભળી ભરત રાજા હર્ષિત થાવત્ વિકસિત હૃદયવાળા થાય છે કાવત્ જેની આંખો અને મુખ કમળ વિકસિત થઈ જાય છે જેના વલય, બાજુબંધ, મુગટ, કુંડલ તથા વક્ષઃસ્થલને શોભાવતા હાર અને ગળામાં લટકતી માળાઓ (હર્ષાતિરેકથી શરીર કંપિત થવાથી) કંપિત થઈ રહી છે; તેવા ભરત રાજા આદરપૂર્વક, ત્વરિતગતિથી, ઉત્કંઠાપૂર્વક પોતાના સિંહાસન ઉપરથી ઊભા થાય છે, પાદપીઠ ઉપર પગ મૂકી નીચે ઉતરે છે, નીચે ઊતરીને પાદુકાઓ ઉતારી, ઉત્તરીય વસ્ત્રનું ઉત્તરાસંગ કરે છે, હાથને અંજલિબદ્ધ કરીને ચક્રરત્નની સન્મુખ, ચક્રની દિશામાં સાત-આઠ પગલાં જાય છે, જઈને ડાબો ગોઠણ ઊંચો રાખી, જમણો ગોઠણ જમીન પર સ્થાપી(નમોન્યુર્ણ મુદ્રામાં બેસી) હાથને અંજલિ બદ્ધ કરી, ચક્રરત્નને પ્રણામ કરે છે. તે પ્રમાણે પ્રણામ કરીને આયુધશાળાના રક્ષકને પોતાના મુગટ સિવાય બધાંજ આભૂષણો દાનમાં આપી દે છે. તેને જીવનોપયોગી વિપુલ પ્રીતિદાન આપે છે અર્થાત્ જીવનપર્યત તેના ભરણ-પોષણ રૂપ આજીવિકાની વ્યવસ્થા કરી, તેનો સત્કાર કરે છે, સન્માન કરે છે. સત્કાર અને સન્માન કરીને તેને વિસર્જિત કરે છે. આ પ્રમાણે કરીને રાજા પૂર્વાભિમુખ થઈને સિંહાસન પર બેસે છે.