Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૪૬ ]
શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર
દેવનો સત્કાર કરે છે, સન્માન કરે છે, સત્કાર સન્માન કરીને તેને વિદાય કરે છે. | २१ तए णं से भरहे राया रहं परावत्तेइ परावत्तेत्ता मागहतित्थेणं लवणसमुद्दाओ पच्चुत्तरइ पच्चुत्तरित्ता जेणेव विजयखंधावार-णिवेसे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता तुरए णिगिण्हइ णिगिण्हित्ता रहं ठवेइ ठवेत्ता रहाओ पच्चोरुहइ पच्चोरुहेत्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ अणुपविसित्ता जावससिव्व पियदसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव भोयणमंडवे तेणेव उवागच्छइ उवागच्छित्ता भोयणमंडवंसि सुहासणवरगए अट्ठमभत्तं पारेइ पारेत्ता भोयणमंडवाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सीहासणे तेणेव उवागच्छइ उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ णिसीइत्ता अट्ठारस सेणिप्पसेणीओ सद्दावेइ सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया! उस्सुक्कं उक्करं जाव मागहतित्थकुमारस्स देवस्स अट्ठाहियं महामहिमं करेह जाव एयमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા પોતાનો રથ પાછો વાળે છે. રથ પાછો વાળીને તે માગધતીર્થમાંથી પસાર થઈને લવણસમુદ્રમાંથી પાછા ફરે છે, પાછા ફરીને પોતાની છાવણીની બાહ્ય ઉપસ્થાનશાળા સમીપે આવીને લગામ ખેંચી, રથ ઊભો રાખે છે, રથમાંથી નીચે ઉતરે છે, ઊતરીને સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થાય છે યાવત્ ચંદ્ર જેવા પ્રિયદર્શની રાજા સ્નાનાદિ કરીને સ્નાનઘરમાંથી બહાર નીકળે છે. બહાર નીકળ ૧ને ભોજનમંડપમાં આવીને, સુખાસને બેસીને, અટ્ટમનું પારણું કરે છે. અટ્ટમનું પારણું કરીને તેઓ ભોજનમંડપમાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને બાહ્ય-ઉપસ્થાનશાળામાં સિંહાસન પાસે આવે છે અને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસે છે. સિંહાસન ઉપર બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીના અધિકૃત પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે– “હે દેવાનુપ્રિયો ! મેં માગધતીર્થકુમારદેવ ઉપર વિજય મેળવ્યો છે, તે નિમિત્તે નગરીમાં કર ન લેવો વગેરે અણહ્નિકાના મહોત્સવનું આયોજન કરો" યાવત તેઓ તે કાર્ય થઈ ગયાના રાજાને સમાચાર આપે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તી દિગ્વિજય માટે પ્રયાણ કરે તે સમયનું દશ્ય અને માગધતીર્થને જીતવાનું તાદેશ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. માગધતીર્થ સ્થાનઃ-દક્ષિણ ભરત ક્ષેત્રના પૂર્વકિનારે ગંગા મહાનદી જ્યાં સમુદ્રને મળે છે, ત્યાં માગધતીર્થ છે. વિનીતાથી માગધતીર્થનો માર્ગ:- ગંગાનદી, વિનીતા નગરની સમશ્રેણીએ પૂર્વદિશામાં વહે છે અને