Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૩૮ |
શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ચક્રવર્તી પૂર્વભવના પ્રબળ પુણ્યપ્રભાવે ૧૪ રત્નના સ્વામી બને છે. તેની પ્રાપ્તિ ક્રમશઃ થાય છે. તેમાં સહુથી પ્રથમ આયુધશાળા-શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. તે દેવાધિષ્ઠિત હોય છે. તે ચક્રરત્નની સહાયતાથી જ રાજા છ ખંડ પર વિજય પ્રાપ્ત કરીને ચક્રવર્તી પદને પ્રાપ્ત કરે છે. ૧૪ રત્નમાં ચક્રરત્નની પ્રધાનતા છે.
ચક્રરત્ન રત્નમય અને સ્વચ્છ જ હોય છે. તેમ છતાં તેનું પ્રમાર્જન, પ્રક્ષાલન, પૂજાવિધિ વગેરે પ્રક્રિયા દ્વારા ચક્રરત્ન પ્રતિ અને તેના અધિષ્ઠિત દેવ પ્રતિ ચક્રવર્તીનો આદર ભાવ પ્રદર્શિત થાય છે.
ચક્રવર્તીની સ્નાનવિધિ, પૂજાવિધિ વગેરે વર્ણન ભાવાર્થથી સ્પષ્ટ છે. અણહિલા ઉત્સવ - મહા ઉત્સવ. રાજાને ત્યાં પુત્રજન્મ આદિ કોઈપણ આનંદજનક પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે તેનો ઉત્સવ સમગ્ર પ્રજાજનો ઉજવે છે. સમસ્ત પ્રજાજનો તેનો આનંદ માણી શકે તે લક્ષથી ઉત્સવના પ્રારંભમાં પ્રજાજનોને સર્વ પ્રકારની ઉપાધિથી મુક્ત કરાય છે. તેથી જ નગરીને કરમુક્ત, દંડક્ત કરવાની ઘોષણા થાય છે. ત્યારપછી આનંદ પ્રમોદ માટે વાધ, વાજિંત્ર, નાટકાદિ ક્રિયાઓ થાય છે. કોઈપણ શુભકાર્ય પૂર્ણ થયા પછી દેવો-મનુષ્યો મહોત્સવ ઉજવે તે અણહ્નિકા મહોત્સવના નામથી પ્રસિદ્ધ છે. પ્રસ્તુતમાં ચક્ર રત્નની ઉત્પત્તિના આનંદમાં ચક્રવર્તી ઉત્સવ ઉજવે છે તેનું સૂચન છે. અવારસપિપળો :- ૧૮ શ્રેણી-પ્રશ્રેણી જનો. આ ૧૮ પ્રકારમાં સર્વ પ્રજાજનોનો સમાવેશ થઈ જાય છે. તે ૧૮માં નવ નારુક અને નવ કારુક કહેવાય છે. તે ૧૮ને શ્રેણી કહે છે. નવ નાટક :- (૧) કુંભાર માટીના વાસણાદિ બનાવનાર (૨) પટેલ-ગામના મુખી (૩) સુવર્ણકારસોનું ઘડનાર સોની (૪) સુપકાર-રસોઈયા (૫) ગંધર્વ-ગાયક (૬) કાશ્યપ-નાપિત, વાણંદ (૭) માળી (૮) કચ્છકાર- કથાકાર (૯) તાંબૂલિક- કંબોળી, પાન વિક્રેતા. નવ કારુક :- (૧) ચર્મકાર- મોચી, ચંપલાદિ બનાવનાર (૨) યંત્રપલક- તેલી, ઘાંચી-તલાદિને પીસી તેલ કાઢનાર (૩) ગંધિક- ગાંધી (૪) ઝિંપક- રંગારા, વસ્ત્રાદિ રંગનાર (૫) કંશકર- કંસારા (૬) સીવકદરજી, વસ્ત્ર સીવનારા (૭) ગોપાલ- ભરવાડ, ગાયનું પાલન કરનારા (૮) ભિલ્લ (૯) ધીવર-માછીમાર.
આ ૧૮ શ્રેણી અને તેની અવાંતર જાતિઓ પ્રશ્રેણી કહેવાય છે.
દિગ્વિજય પ્રયાણઃ માગધતીર્થ વિજયઃ|११ तए णं से दिव्वे चक्करयणे अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता अंतलिक्खपडिवण्णे, जक्खसहस्स-संपरिवुडे, दिव्वतुडिय-सहसण्णिणाएणं आपूरॆते चेव अंबरतलं विणीयाए रायहाणीए मज्झंमज्झेणं णिग्गच्छइ णिग्गच्छित्ता गंगाए महाणईए दाहिणिल्लेणं कूलेणं पुरत्थिमं दिसिं मागहतित्थाभिमुहे पयाए यावि होत्था ।