Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બીજો વક્ષસ્કાર
૯૭]
ભાવાર્થ :- ત્યાર પછી અનેક ભવનપતિ યાવતુ વૈમાનિક આદિ દેવોએ તીર્થકર ભગવાનનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. આ પ્રમાણે કરીને નંદીશ્વર દ્વીપમાં ગયા. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર પૂર્વ દિશામાં સ્થિત અંજનક પર્વત પર આઠ દિવસનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રના ચાર લોકપાલ દેવોએ ચાર દધિમખ પર્વત પર આઠ દિવસનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર ઉત્તરદિશાવર્તી અંજનક પર્વત પર આઠ દિવસનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. તેના ચારે લોકપાલ દેવોએ ચારે ય દિશાના દધિમુખ પર્વતો ઉપર નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
ચમરેન્દ્ર દક્ષિણ દિશાવર્તી અંજનક પર્વત ઉપર, તેના લોકપાલ દેવોએ દધિમુખ પર્વતો પર નિર્વાણ મહોત્સવ ઉજવ્યો. બલીએ પશ્ચિમ દિશાવર્તી અંજનક પર્વત પર અને તેના લોકપાલ દેવોએ દધિમુખ પર્વતો પર નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
આ પ્રમાણે ઘણા ભવનપતિ, વાણવ્યંતર આદિ દેવોએ અષ્ટાલિકા મહોત્સવ ઉજવ્યો. આ પ્રમાણે કરીને જ્યાં પોત પોતાના વિમાન, ભવન, સુધર્માસભા તથા પોતાનાં માણવક નામના ચૈત્ય સ્થંભ હતા, ત્યાં આવ્યા. આવીને જિનેશ્વરદેવની દાઢ તથા અસ્થિ આદિને વજમય ગોળાકાર ડબ્બીઓમાં રાખ્યા, રાખીને નવી ઉત્તમ માળાઓ તથા સુગંધિત દ્રવ્યોથી પૂજા કરી, પૂજા કરીને પોતાના વિપુલ સુખોપભોગ ભોગવતા રહેવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનના મોક્ષગમનનું અને ઇન્દ્રો દ્વારા તેમના પાર્થિવ દેહની કરાતી અંત્ય વિધિનું વર્ણન છે. પ્રણવ પહિં- ૮૯ પક્ષ. ઋષભદેવ ભગવાન નિર્વાણ પામ્યા ત્યારે ત્રીજા આરાના ૮૯ પક્ષ બાકી હતા. ભગવાનના નિર્વાણ પછી ૮૯ પક્ષ વ્યતીત થયા ત્યારે ચોથો આરો શરૂ થયો. એક મહિનાના બે પક્ષ અને ૧૨ મહિનાના એક વર્ષના હિસાબે ૮૯ પક્ષ એટલે ૩ વરસ અને સાડા આઠ માસ થાય છે. સિદ્ધ – સિદ્ધ. નિષ્ક્રિતાર્થ, કૃતકૃત્ય થયા. તેના સમસ્ત કાર્ય સિદ્ધ-પૂર્ણ થયા. યુદ્ધ- બુદ્ધ. જ્ઞાન સ્વરૂપ થયા. લોકાલોકના સર્વ પદાર્થના જ્ઞાતા થયા. - મુક્ત. ભવોપગ્રાહી સર્વ કર્મથી મુક્ત થયા. સંતાઅંતકૃત. સર્વ દુઃખોનો અંત કરનાર થયા. ગિળુ- પરિનિવૃત્ત. કર્મજનિત સંતાપથી રહિત થવાથી ચારે બાજુથી સર્વથા શાંત-શીતલીભૂત થયા. સવ્વલુપદી- સર્વ દુઃખ પ્રક્ષણ. શારીરિક, માનસિક, જન્મ, મરણના સર્વ દુઃખો ક્ષીણ થઈ ગયા.
માસ નિ:- આસન ચલાયમાન થયું. તીર્થંકર પરમાત્માના ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્ય પ્રાપ્તિ, નિર્વાણ વગેરે મહત્વપૂર્ણ પ્રસંગના સમયે ઇન્દ્રોના આસન ચલાયમાન થાય છે, તેમના અંગ ફ્રરાયમાન થાય છે. તે ઉપરાંત કોઈ મનુષ્ય દેવોને અનુલક્ષીને એકાગ્રતા પૂર્વક જપ-તપ કરે ત્યારે પણ તે દેવોના અંગ