Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
१२९ तेसि णं भंते ! मणुयाणं केरिसए आयारभावपडोयारे भविस्सइ ? गोयमा ! तेसि णं मणुयाणं छव्विहे संघयणे, छव्विहे संठाणे, बहूई धणूइं उड्डुं उच्चत्तेणं, जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडीआउयं पालेहिंति, पालेत्ता अप्पेगइया णिरयगामी जाव सव्वदुक्खाणं अंतं करेहिंति ।
૧૧૮
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યોનું સ્વરૂપ કેવું હશે ?
ઉત્તર– હે ગૌતમ ! તે મનુષ્યોને છ પ્રકારના સંહનન અને સંસ્થાન હશે. તેઓના શરીરની ઊંચાઈ અનેક ધનુષ્ય પ્રમાણ હશે. તેઓનું આયુષ્ય જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક પૂર્વકોટિનું હશે. આયુષ્ય પૂર્ણ કરીને કેટલાક નરકગતિમાં જશે યાવત્ કેટલાક સમસ્ત દુઃખોનો અંત કરશે.
१३० तीसे णं समाए तओ वंसा समुप्पज्जिस्संति, तं जहा- तित्थयरवंसे, चक्कवट्टिवंसे दसारवंसे । तीसे णं समाए तेवीसं तित्थयरा, एक्कारस चक्कवट्टी, णव बलदेवा, णव वासुदेवा समुप्पज्जिस्संति ।
ભાવાર્થ :- તે કાળમાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. (૧) તીર્થંકર વંશ (૨) ચક્રવર્તી વંશ અને (૩) દશાર્હ વંશ— બળદેવ વાસુદેવ વંશ. તે કાળમાં ત્રેવીસ તીર્થંકર, અગિયાર ચક્રવર્તી અને નવ બળદેવ, નવ વાસુદેવ ઉત્પન્ન થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉત્સર્પિણી કાળના દુષમસુષમા નામના ત્રીજા આરાનું સ્વરૂપ દર્શન છે. આ આરો ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમનો હોય છે. આ આરો પ્રતિલોમપણે અવસર્પિણીના ચોથા આરા જેવો જ હોય છે.
ઉત્સર્પિણીકાલમાં પ્રથમ તીર્થંકરની ઉત્પત્તિ- આ આરાના પ્રથમ સમયથી ૮૯ પક્ષ અર્થાત્ ૩ વર્ષ અને સાડા આઠ મહિના વ્યતીત થયા પછી પ્રથમ તીર્થંકર જન્મ ધારણ કરે છે. આ પ્રથમ તીર્થંકરની ઊંચાઈ, વર્ણ, આયુ વગેરે અવસર્પિણી કાલના ચોવીસમા તીર્થંકરની સમાન જ હોય છે. તે રીતે ક્રમશઃ ત્રેવીસ તીર્થંકરો થાય છે. તીર્થંકરો વચ્ચેનું અંતર પણ અવસર્પિણી કાલના તીર્થંકરોની સમાન સમજવું. જે જે તીર્થંકરોની ઉત્પત્તિ અવસર્પિણીકાલમાં જે આરાનો જેટલો કાળ બાકી રહે છે, તે જ પ્રમાણે ઉત્સર્પિણીકાલમાં તે તીર્થંકરોની ઉત્પત્તિ તે આરાનો તેટલો કાળ વ્યતીત થયા પછી સમજવી.
ઉત્સર્પિણીના સુષમદુષમાદિ આરા :
१३१ तीसे णं समाए सागरोवमकोडाकोडीए बायालीसाए वाससहस्सेहिं ऊणियाए काले वीइक्कंते अणंतेहिं वण्णपज्जवेहिं जाव अनंतगुणपरिवुड्डीए परिवड्डेमाणे