Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મંગલાચરણ
અન્નકૃતદશાંગ સૂત્રની મુનિ કુમુદચન્દ્રિકા નામક ટીકાને
ગુજરાતી ભાષાનુવાદ હું ઘાસીલાલ મુનિ, કલ્યાણને આપવાવાળા, દેવેન્દ્રવૃન્દથી વંદિત, અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્તસુખ અને અનન્તવીર્યના ધારક, શુદ્ધસ્વરૂપ, શિવપદના આપનાર, વિશુદ્ધાત્મા મુનિઓના સ્વામી જિનેન્દ્રભગવાનને નમસ્કાર કરીને, (૧)
તથા વાયુકાયાદિ જેની રક્ષા માટે મુખપર દેરાસહિત મુખવસ્તિકા ધારણ કરવાવાળા ત્યાગી ગુરુને વન્દના કરીને, (૨)
અલ્પ બુદ્ધિવાળા ભને ઉપકાર કરવાવાળી ગ79તસૂત્રની નિષદ્રચંદ્રિ નામવાળી ટીકાની યથાબુદ્ધિ રચના કરૂં છું (૩)
અહીં સત્તતારા નામના આઠમા અંગને પ્રારંભ કરતાં તેના પૂર્વ અંગની સાથે કેવી તરેહને સબંધ છે તે બતાવીએ છીએ.
પૂર્વાગ કે સાથ ઇસ અંગ કે સમ્બન્ધ કા નિરૂપણ
પહેલાં ઉપાસકદશા નામના સાતમા અંગમાં, સંસાર રૂપી અટવી [અરણ્ય)માં ભટક્તા જેઓને આત્મા અત્યન્ત ક્ષુબ્ધ (સંતસ) થઈ ગયું છે, એવા સર્વવિરતિધર્મસમારાધનમાં અસમર્થ ભાના ઉપકાર માટે ભગવાને અનેક શ્રમણોપાસકનાં ચરિત્ર વર્ણન કરીને અગારધર્મને પ્રતિબોધ કર્યો.
આ સૂત્રમાં અનગાર ધર્મને સ્વીકાર કરીને જે તદ્દભવ-(તે જ ભવમાં) મોક્ષગામી , તથા જેઓએ આયુષ્યના અન્તસમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના દીધા વિના જ મુકિત પ્રાપ્ત કરી લીધી છે, એવા મહાપુરુષનાં ચરિત્ર વર્ણન કરવાવાળા 79તરશા નામના આઠમા અંગનું પ્રરૂપણ કરીએ છીએ.
અહીં અન્તકૃત કેવલિઓનાં જીવનવૃત્તાન્તથી સંબંધ રાખવાવાળા નગર, ઉદ્યાન, યક્ષાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતા, પિતા, ધર્માચાર્ય, ધર્મકથા, ઈહલૌકિક પારલૌકિક અદ્ધિવિશેષ, ભગપરિત્યાગ, પ્રવ્રજ્યા, પર્યાય, શ્રતપરિગ્રહ, તપઉપધાન, સંલેખના, ભકતપ્રત્યાખ્યાન, પાદપપગમન, અંતક્રિયા આદિનું વર્ણન કરવામાં આવે છે. તેનું આ પ્રથમ સત્ર છે
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર