Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગયા પછી માતાપિતાએ પૂછ્યું—હે પુત્ર ! તમારી શું ઇચ્છા છે ?
તે એલ્યા—સંયમ ગ્રહણ કરવા ચાહું છું.' ત્યારપછી ગજસુકુમાલની આજ્ઞાથી સચમની તમામ સામગ્રીઓ લાવવામાં આવી અને મહાખલની પેઠે પ્રત્રજિત થઈ તે ગજસુકુમાલ અણુગાર થઈ ગયા તથા ર્માંસમિતિ આદિથી યુક્ત શબ્દાદિ વિષયોથી નિવૃત્ત બની સર્વે ઇન્દ્રિયાને પોતાના વશમાં રાખી ગુપ્તબ્રહ્મચારી થઇ ગયા. (સ્૦૨૬)
ગજસુકુમાલ કી સ્મશાનમેં એકરાત્રિકી મહાપ્રતિમા
ત્યારપછી તે ગજસુકુમાલ અનગાર જે દિવસે પ્રત્રજિત થયા તેજ દિવસે ચેાથા પ્રહરમાં ભગવાન અર્હત અનેિમિની પાસે ગયા અને ત્રણવાર વંદન નમસ્કાર કરી આ પ્રકારે કહ્યું : હે ભદન્ત ! મારી ઇચ્છા છે કે મહાકાલ શ્મશાનમાં એક રાત ભિક્ષુ મહાપ્રતિમાના સ્વીકાર કરી વિચરણ કરૂં, અર્થાત્ સંપૂર્ણ રાત્રિભર ધ્યાનસ્થ થઈ ઉભા રહે.
ભગવાને કહ્યું :- હું દેવાનુપ્રિય ! જે પ્રકારે તને સુખ થાય તેમ કર. પછી તે ગજસુકુમાલ અનગાર અર્હત્ અષ્ટિનેમિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી તેમને વંદન નમસ્કાર કરી સહસ્રામ્રવન ઉદ્યાનથી નીકળીને મહાકાલ સ્મશાનમાં ગયા. ત્યાં તેમણે કાર્યાત્સ કરવા માટે પ્રાસુકભૂમિ તથા ઉચ્ચાર પાસવણુ-બડીનીત, લઘુનીતના પરિષ્ઠાપન ચેાગ્ય ભૂમિની પ્રતિલેખના કરી. પછી કાયાને જરા નમાવીને ચાર આંગુલના અંતરે બેઉ પગાને સ ંકેાચી એક પુદ્ગલ પર દૃષ્ટિ રાખીને એકરાત્રિકી મહાપડિમાને સ્વીકાર કરી ધ્યાનમાં નિમગ્ન થયા (સૂ॰ ૨૭)
સોમિલબ્રાહ્મણ કા દુર્વિચાર
તે સમયે તે સેમિલ બ્રાહ્મણુ ગજસુકુમાલ અનગારના સ્મશાન જવા પહેલાંજ હવનને નિમિત્તે સમિધ આદિ લેવા માટે દ્વારકાનગરીથી બહાર નીકળ્યેા હતા. તે સેામિલ બ્રાહ્મણ સમિધ, કુશ, ડાભ તથા પાંદડાં લઇને પાછા પેાતાને ઘેર આવતા હતા.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૨૬