Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 54
________________ અરિષ્ટનેમિ દ્વારા ભાવી તીર્થકર કે રૂપમેં કૃષ્ણ ની ઉત્પત્તિ કા નિર્દેશ પિતાની ભવિષ્ય દશાને ઉક્ત વર્ણન અહેતુ અરિષ્ટનેમિના મુખેથી સાંભળી કૃષ્ણ વાસુદેવ આર્તધ્યાન કરવા લાગ્યા. તે સમયે આર્તધ્યાન કરતા કૃષ્ણ વાસુદેવને ભગવાન અહટૂ અરિષ્ટનેમિએ આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! આપ દુઃખ ન કરે, કેમકે આવતા ઉત્સર્પિણી કાલમાં તૃતીય પૃથ્વીથી નીકળીને આ જંબુદ્વિીપમાં આવેલા ભરતક્ષેત્રના પુંજનપદના શતદ્વાર નગરમાં “અમમ” નામના બારમા તીર્થકર થશે, ત્યાં ઘણાં વર્ષો સુધી કેવલપર્યાયનું પાલન કરી સિદ્ધપદને મેળવશો. (સૂટ ૬) ' કૃષ્ણ દ્વારા દ્વારકા મેં લોગોં કો પ્રવ્રજ્યા લેને કી ઘોષણ | કરને કે લિયે કૌટુમ્બિક પુરૂષોં કો આદેશ અહંત અરિષ્ટનેમિના મુખથી પિતાના ભવિષ્યનું વૃત્તાન્ત સાંભળીને કૃષ્ણ વાસુદેવ હૃષ્ટતુષ્ટ હદયથી પિતાની ભુજા ફરકાવવા લાગ્યા અને આનંદમાં આવી જઈને જોર જોરથી અવાજ કરતા સમવસરણમાં કુંતીંથી ત્રણ પગલાં સુધી પાછા ગયા અને ત્યાં સિંહનાદ કરવા લાગ્યા. પછી ભગવાન અર્હત્ અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કરી આભિષેકય હસ્તિરત્ન (શ્રેષ્ઠ હાથી) પર ચઢીને દ્વારકા નગરીમાં થઈને પોતાના મહેલમાં પહોંચ્યા. હાથી ઉપરથી ઉતરી જ્યાં ઉપસ્થાન શાલા (કચેરી, બેઠક) હતી અને જ્યાં તેમનું સિંહાસન હતું ત્યાં ગયા. તેઓ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા અને કૌટુંબિક પુરુષને બોલાવીને તેઓએ આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિયે ! આ દ્વારકાનગરીના પ્રત્યેક ચતુષ્પથ (જ્યાં ચાર માર્ગ ભેગા થાય) આદિ બધાં સ્થળમાં મારી આજ્ઞાને આ પ્રકારે ઉદ્દઘેષિત કરો (જાહેર કરે) કે હે દેવાનુપ્રિયે! બાર યોજન લાંબી, નવ જન પહોળી અને પ્રત્યક્ષ દેવલેક જેવી આ દ્વારકા નગરીને નાશ મદિરા, અગ્નિ તથા વૈપાયન ઋષિ દ્વારા થશે. માટે દ્વારકા નગરીની કઈ પણ વ્યકિત, ચાહે તે શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૩૯

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87