Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પધાર્યા. કૃષ્ણ વાસુદેવ ભગવાનનાં દર્શન માટે ભગવાનની પાસે પહોંચ્યાગૌરી દેવી પણ પદ્માવતી દેવીની પેઠે ભગવાનનાં દર્શન માટે ગઈ. ભગવાને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળી પરિષદ્ પાતપેાતાને ઘેર પાછી ગઈ, કૃષ્ણ પણ ભગવાનનાં દર્શન કરી પોતાના મહેલમાં ગયા. ત્યાર પછી તે ગૌરી દેવી પદ્માવતીની પેઠે પ્રત્રજ્યા ગ્રહણ કરીને સિદ્ધ થઈ ગઈ. (૨)
આ પ્રકારે ગાન્ધારી, લક્ષ્મણા, સુસીમા, જાંબવતી, સત્યભામા તથા રૂકિમણીનું વૃત્તાન્ત સમાનરૂપે જાણવું જોઇએ. પદ્માવતી આદિ આઠે રાણીએ એકજ સરખી રીતે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને સિદ્ધ થઇ ગઇ, એ આઠે શણી કૃષ્ણ વાસુદેવની પટ્ટરાણી હતી. આ પ્રકારે આઠે અધ્યયન સમાપ્ત થયાં (સૂ૦ ૧૩)
મૂલશ્રી મૂલદત્તા કા ચરિત્ર
નવમા અધ્યયનનું પ્રારંભ વાકય પણ એજ રીતે જાણવું કે શ્રી જખૂસ્વામીએ પૂછયુ-હે ભદન્ત ! ભગવાન દ્વારા પ્રરૂપિત ઉકત આઠમા અધ્યયનના ભાવ આપના દ્વારા મેં સાંભળ્યે, પરંતુ હે ભગવાન્ ! હવે હું ચાહું છું કે આપ મને નવમા અધ્યયનના જે ભાવા ભગવાન મહાવીર પ્રભુએ કહ્યા હાય તે સાંભળાવેા. શ્રી સુધર્માં સ્વામીએ કહ્યુહે જમ્મૂ! તે કાલ તે સમયે દ્વારકા નામે નગરી હતી, તે નગરીની પાસે રૈવતક નામે પત હતા અને ત્યાં નંદનવન નામે ઉદ્યાન હતું. એ નગરીના રાજા કૃષ્ણ વાસુદેવ હતા. તે દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવના પુત્ર અને જાખવતી દેવીના આત્મજ સાંમ નામે કુમાર હતા, જે સર્વાંગસુંદર હતા. તે સાંખ કુમારની પત્નીનું નામ મૂલશ્રી હતુ, જે અત્યંત સુંદર તથા કોમલાંગી હતી. તે નગરીમાં અર્હત અરિષ્ટનેમિ પધાર્યાં, કૃષ્ણ તેમનાં દન માટે ગયા. મૂલશ્રી પણ ભગવાનનાં દનનાં નિમિત્તે પદ્માવતીની પેઠે ગઇ. ભગવાને ધર્મકથા કહી. ધ કથા સાંભળી પરિષદ્ પોતપોતાને ઘેરે પાછી ગઈ. કૃષ્ણ પણ ભગવાનને વંદન નમસ્કાર કરી પાછા ગયા. ત્યાર પછી ભૂલશ્રીએ ભગવાનને કહ્યું – હું ભદ્રંન્ત ! કૃષ્ણ વાસુદેવની આજ્ઞા લઇને આપની પાસે હું પ્રત્રજિત થવા ચાહું છું. સાંખકુમાર પહેલાંજ પ્રજિત થઇ ગયા હતા તેથી
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૪૩