Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લોગો દ્વારા અર્જુન અનગાર કી નિન્દા કરના
ત્યારપછી અર્જુન અનગારે છક્ના પારણાને દિવસે પહેલા પહેરમાં સ્વાધ્યાય કર્યો અને ગૌતમ સ્વામીની પેઠે ગેચરી ગયા. રાજગૃહ નગરના ઊચ, નીચ, મધ્યમ કુળમાં ગૃહસામુદાનિક ભિક્ષા માટે ફરતા ફરતા તે અર્જુન અનગારને જોઈને સ્ત્રી, પુરુષ, બાળકે, વૃદ્ધો, તથા જુવાને બધા એમ કહેવા લાગ્યા કે એણે મારા બાપને માર્યો, એણે મારી માતાને મારી, એણે મારા ભાઈને માર્યો, એણે મારી બહેનને મારી, એણે મારી પત્નીને મારી, એણે મારા પુત્રને માર્યો, એણે મારી પુત્રીને મારી, એણે મારી પુત્રવધૂને મારી, એણે મારા બીજા સ્વજન સંબંધી પરિજનેને મારી નાખ્યા. એવું કહી કેઈ કટુ વચનેથી તેની ભટ્સન (તિરસ્કાર) કરવા લાગ્યા, કેઈ અનાદર કરવા લાગ્યા, કેઈ નિદા કરવા લાગ્યા, કે તેમને ખીજવવાની કેશિશ કરવા લાગ્યા, કંઈ તેમના દેનું ઉદ્દઘાટન કરવા લાગ્યા, કેઈ તર્જન કરવા લાગ્યા અને કઈ લાકડી ઇંટ આદિથી મારવા લાગ્યા. (સૂ) ૧૮)
અર્જુન અનગાર કા દૂસરોં દ્વારા કી ગઇ નિન્દા આદિ સહન કરના
અનેક સ્ત્રીઓથી, પુરુષોથી, બાળકેથી, વૃદ્ધોથી અને યુવકેથી તિરસ્કૃત અને તાડિત થતા તે અર્જુન અનગાર તે લેકેના ઉપર મનથી પણ દ્વેષ નહી કરતા, પરંતુ તેઓના આપેલા આક્રોશ આદિ પરીષહેને સમભાવે સહન કરવા લાગ્યા, અર્થાત તે પરીષહ-ઉપસર્ગ દેવાવાળા પ્રત્યે જરા પણ ક્રોધ લાવ્યા વગર ક્ષમાભાવને ધારણ કરી અને દીનભાવથી રહિત મધ્યસ્થ ભાવનામાં વિચારવા લાગ્યા, તથા નિજ રાની ભાવનાથી પવિત્ર અંતઃકરણ હોવાને કારણે બધા પરીષહેને અનાયાસે જ સહન કરવા લાગ્યા. આ પ્રકારે બધા પ્રકારના પરીષહાને સહન કરતા થકા ઉચ્ચ, નીચ, મધ્યમ કુલેમાં ગૃહસામુદાનિક ભિક્ષાને માટે વિચરતા તે અર્જુન અનગારને જે કયાંક આહાર મળતે તો પાણી ન મળતું, પાછું મળતું તે આહાર ન મળત. આ પ્રકારે સમય પર સૂકું લખું એવું તેવું પણ ભેજન મળી જતું તેને અદીન, અવિના, અકલુષ, અક્ષેતિ, અવિષાદી, તનમનાટ આદિ વિક્ષેપ ભાવેથી તદ્દન અસંગ રહીને લઈ લેતા. પછી રાજગૃહથી નીકળી તેઓ ગુણશિલક ઉદ્યાનમાં આવતા અને લઈ આવેલ ભેજનને શ્રદ્ધાપૂર્વક ભગવાનને દેખાડતા બાદમાં તેમની આજ્ઞા મેળવી મૃદ્ધિથી રહિત, એટલે જેમ સાપ દરમાં પ્રવેશ કરે તેમ રાગદ્વેષથી રહિત થઈને તે ભોજનનું સેવન કરી સંયમ-નિર્વાહ કરવામાં તતપર રહેતા (સૂ) ૧૯ )
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર
૫૩