Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 85
________________ તેજ પ્રકારે સોળ ઉપવાસથી એક ઉપવાસ સુધી કમથી ઉતરી. આ પ્રકારે એક પરિપાટી સમાપ્ત કરી એમ કાલી રાણીની પેઠે ચારેય પરિપાટીએ તેણે સંપૂર્ણ કરી. આની એક પરિપાટીમાં અગીયાર મહિના પંદર દિવસ લાગ્યા. ચારેય પરિપાટીઓમાં કુલ ત્રણ વર્ષ દશ મહિના લાગ્યા. આ પ્રકારે તપ કરીને અંતસમયે સિદ્ધપદને પ્રાપ્ત થઈ (સૂ૦ ૧૫) [ પિતૃસેનકૃષ્ણનામનું નવમ અધ્યયન સમાપ્ત ]. મહાસેનકૃષ્ણા કા ચરિત્ર દશમા અધ્યયનમાં જંબૂસ્વામીએ પ્રશ્ન કરવાથી સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! આ અધ્યયનમાં મહાસેનકૃષ્ણાનું વર્ણન છે. આ પણ મહારાજ શ્રેણિકની રાણી અને મહારાજ કૃણિકની નાની માતા હતી. એ પણ ભગવાન મહાવીરની પાસે ઉપદેશ સાંભળી પ્રવ્રજિત થઈ અને ચંદનબાળા આર્યાની આજ્ઞાથી “આયંબિલ વદ્ધમાન નામનું તપ કરવા લાગી. સૌથી પહેલાં તેમણે આયંબિલ કર્યું, બીજે દિવસે ઉપવાસ કર્યો, પછી બે આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, ત્રણ આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, ચાર આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, પાંચ આયંબિલ કર્યા, ઉપવાસ કર્યો, એમ વચવચમાં ઉપવાસ કરતી થકી એક આયંબિલ કર્યા અને ઉપવાસ કર્યો. આ પ્રકારે “આયંબિલ– વદ્ધમાન નામનું તપ પૂરું કર્યું (સૂ) ૧૬) એ રીતે મહાસેનકૃષ્ણ આર્યાએ આયંબિલવદ્ધમાન તપસ્યાનું, ચૌદ વર્ષ ત્રણ માસ અને વીસ દિવસોમાં સૂત્રેત-વિધિથી આરાધન કર્યું. એમાં આયંબિલના દિવસ પાંચ હજાર પચાસ અને ઉપવાસના દિવસે એ થાય છે. એ પ્રકારે બધા મળીને પાંચહજાર એકસો પચાસ દિવસ થાય છે. અહીં એક વર્ષના ત્રણ સાઠ દિવસ માનવામાં આવ્યા છે. આ તપમાં ચઢવું જ છે ઉતરવાનું નથી. પછી જ્યાં આર્યચંદનબાલા આર્યા હતી ત્યાં તે આર્યા આવી અને તેમને વંદન-નમસ્કાર કર્યા. અનન્તર ચતુર્થ આદિ ઘણી તપસ્યા કરતી થકી વિચારવા લાગી. એ કઠિણ તપસ્યાઓને કારણે તે આર્યા અત્યંત દુર્બલ થઈ ગઈ, તથાપિ આંતરિક તેજને કારણે અત્યંત શોભાયમાન હતી. (સૂ) ૧૭) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87