Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારપછી તે કાલી આર્યાએ ‘રત્નાવલી-તપસ્યા'ની શ્રીજી પરિપાટી (લડી) ના પ્રારંભ કર્યાં. તેમણે પહેલાં ઉપવાસ કર્યાં. ઉપવાસના પારણામાં વિગય દૂધ, દહીં, ઘી, તેલ અને મિષ્ટાન્ન એ પાંચ વસ્તુઓનું લેવું એકદમ ખંધ કરી દીધું. એ પ્રકારે ઉપવાસનું પારણું કરી તેમણે છઠે કર્યું. પારણામાં વિગય છેાડી દીધું, તેજ રીતે અહમ કર્યાં. પારણું કરીને આઠ છટ કર્યાં. પારણું કરી ઉપવાસ કર્યાં, છઠ કર્યાં, અઠમ કર્યાં, એમ સેાળ ઉપવાસ સુધી કર્યાં, પછી ચોત્રીસ છઠે કર્યાં. પારણું કરીને સોળ કર્યાં. પછી પંદર, ચૌદ, તેર, ખાર, અગીયાર, દશ, નવ, આર્ટ, સાત, છે, પાંચ, ચાર, ત્રણ, ખે અને એક ઉપવાસ કર્યાં. પારણું કરીને આઠ છઠે કર્યાં. પારણું કરીને અઠમ કર્યાં, છઠે કર્યાં અને ઉપવાસ કર્યાં. ખધાં પારણામાં વિગય છેડી દીધા. જે પ્રકારે પ્રથમ પરિપાટી કરી તેજ પ્રકારે બીજી પરિપાટી પણ કરી. પરન્તુ આમાં સ–વિગઢ-વર્જિત પારણાં કર્યાં. એજ રીતે ત્રીજી પરિપાટી પૂર્ણ કરી, એમાં પારણાંને દિવસે વિયના લેપમાત્ર પણ છેડી દીધા, ચેથી પરિપાટી પણ એજ પ્રકારે કરી, પરંતુ તેના પારણામાં આંખિલ કર્યાં. આ પ્રકારે કાલી આર્યાં રત્નાવલીની ચારેય પરિપાટી પાંચ વર્ષ છ માસ અને અટ્ઠાવીશ દિવસમાં સમાપ્ત કરી જ્યાં ચંદનખાલા આર્યાં હતી ત્યાં ગઇ અને તેમને વંદન નમસ્કાર કર્યાં પછી ઘણાં ચતુર્થ ભકત આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતી વિચરવા લાગી. (સૂ॰ ૫)
ત્યારપછી તે કાલી આર્યાંનુ શરીર આ પ્રકારની પ્રધાન તપસ્યા કરવાથી એકદમ લેહી-માંસ વગરનુ થઈ ગયું. તેમના શરીરની ધમનિા (નસા) પ્રત્યક્ષ દેખાતી હતી. તેમનું શરીર સૂકાઇને માત્ર હાડકાનું પાંજરૂ ખાકી રહી ગયું હતું. ઉઠતાં, બેસતાં, ચાલતાં, ફરતાં તેમના શરીરનાં હાડકાંના કડ–કડ અવાજ થતા હતા. તે અવાજ સૂકાં લાકડાં, સૂકા પાંદડાં અથવા કાયલાથી ભરેલી ગાડી ચાલતો હાય ત્યારે જેમ અવાજ થાય તેવા હતા. જો કે કાલી આર્યાંનુ શરીર લેાહી માંસ સુકાઈ જવાથી (દુ`લ) રૂક્ષ થઈ ગયું હતું, છતાં ભસ્મથી ઢંકાએલ અગ્નિની પેઠે તપના તેજનીશાભાથી અત્યંત શેાલી રહ્યું હતું. (સૂ॰ ૬)
પછી તે કાલી આર્યાંના હૃદયમાં એક દિવસ પાછલી રાત્રે ખકની પેઠે એવા વિચાર ઉત્પન્ન થયે કે-મારૂં શરીર તપસ્યાના કારણથી અત્યંત સૂકાઈ ગયું છે, છતાં મારામાં ઉત્થાન, કર્મ, ખલ, વીર્ય, પૌરૂષ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ આદિ વિદ્યમાન છે. તેથી મારે માટે એ ઉચિત છે કે કાલે સૂર્યોદય થતાંજ આ ચંદનખાળા આર્યાને પૂછીને તેમની આજ્ઞાથી સલેખના જોષણાનું સેવન કરતી, ભકતપાનનુ પ્રત્યાખ્યાન કરી, મૃત્યુની ચાહના વગર વિચરણ કરૂં. એવા વિચાર કરી સૂર્યોદય થતાંજ આ ચન્દ્રનખાળા આર્યાંની પાસે આવી અને વંદન–નમસ્કાર કરી હાથ જોડી આ પ્રકારે ખેલી-હૈ આયે ! આપની આજ્ઞા પ્રાપ્ત કરીને સલેખના આદિ કરતી થકી
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૬૨