Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 75
________________ મહારાણી નન્દાની આજ્ઞાનુસાર તે કૌટુંબિક પુરુષો અત્યંત શીઘ્રતાથી ધાર્મિક રથને સજિજત કરીને લઈ આવ્યા. મહારાણું નન્દા તેના ઉપર ચડીને પદ્માવતીની પેઠે ભગવાનના દર્શન કરવા માટે ગઈ. ત્યાં ભગવાનના મુખથી ધર્મકથા સાંભળી સંસારત્યાગની ભાવનાથી ભાવિત થઈ ગઈ, અને મહારાજા શ્રેણિકની આજ્ઞા લઈ ભગવાન મહાવીર પ્રભુની પાસે દીક્ષા લઈ પ્રવ્રજિત થઈ ગઈ. તથા અગીયાર અંગેનું અધ્યયન કરી વીશ વર્ષ સુધી ચારિત્રપર્યાયનું પાલન કરી સિદ્ધ થઈ ગઈ (૧). આ પ્રકારે નન્દવતી આદિ અધ્યયનેને જાણવાં જોઈએ. (૧૩) હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે અન્નકૃતદશાના સાતમા વર્ગના ભાવને એ પ્રમાણે નિરૂપણ કર્યું છે. (સૂ) ૧) સાતમો વર્ગ સમાપ્ત. અષ્ટમ વર્ગ ના ઉપક્રમ આઠમો વર્ગ જંબૂસ્વામીએ પૂછયું- હે ભદન્ત! શ્રમણ ભગવાન મહાવીરે અન્નકૃતદશા નામના આઠમા અંગના સાતમા વર્ગમાં જે કહ્યું તે મેં આપના મુખેથી સાંભળ્યું. હવે ત્યારપછી ભગવાને અન્નકૃતદશાના આઠમા વર્ગમાં કયા ભાવને કહ્યા છે ? સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબ ! શ્રમણ ભગવાન મહાવીરે અતકૃતદશાના આઠમા વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેમના નામે આ પ્રમાણે છે-(૧) કાલી (૨) સુકાલી (૩) મહાકાલી (૪) કૃષ્ણા (૫) સુકૃણા (૬) મહાકૃષ્ણા (૭) વીરકૃષ્ણ (૮) રામકૃષ્ણા (૯) પિતૃસેનકૃષ્ણ અને (૧૦) મહાસેનકૃષ્ણ. જંબુસ્વામીએ ફરીથી પૂછયું–હે ભદન્ત! ભગવાન મહાવીર પ્રભુએ આઠમા વર્ગના દશ અધ્યયને માં પ્રથમ અધ્યયનના ભાવનું નિરૂપણ કયા પ્રકારે કર્યું છે? (સૂ૦૧) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87