Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાણતા તે જાણું છું, જે જાણું છું તેને નથી જાણતા, એથી મારી ઇચ્છા છે કે આપ બેઉની આજ્ઞા લઈને ભગવાન મહાવીર પ્રભુની પાસે પ્રત્રજિત થઇ જાઉં. ત્યારપછી માતાપિતાએ તે અતિમુકતક કુમારને અનેક પ્રકારની યુકિતપ્રયુકિતથી સમજાવ્યા, પણ સચમના દઢભાવથી તેને ચલિત ન કરી શકયા. ત્યારે તેમણે કહ્યું-હે પુત્ર! અમે લેાકે એક દિવસમાત્રજ તમારાં રાજ્યશ્રીને જોવા ચાહીએ છીએ, અર્થાત્ ફકત એક દિવસ પુરતા તમે! રાજા બનો એમ ઇચ્છીએ છીએ આ સાંભળી અતિમુકતક કુમાર મૌન થઇ ગયા ત્યારે માતાપિતાએ તેમનો રાજ્યાભિષેક મહાખલની પેઠે કર્યાં. પછી તે અતિમુકતક કુમારે ભગવાનની પાસે દીક્ષા લીધી અને સામાયિક આદિ અગીયાર અંગે ભણ્યા તથા ઘણાં વર્ષોં સુધી શ્રામણ્યપર્યાયનું પાલન કર્યું અને ગુણરત્ન સંવત્સર આદિ તપસ્યા કરતા થકા અંતમાં વિપુલગિરિપર સિદ્ધ થઇ ગયા. (સૂ૦ ૨૮)
પદ્મમ્ અધ્યયન સમાપ્ત થયું.
અલક્ષ્ય રાજા કા ચરિત્ર
હવે સાળમા અધ્યયનનો પ્રારંભ કરીએ છીએ, જેનો પ્રારભ આ પ્રકારે થાય છે. જ ખૂસ્વામી સુધર્માસ્વામીને પૂછે છેડે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ દ્વારા પ્રરૂપિત છઠ્ઠા વર્ગના પંદરમા અધ્યયનનો ભાવ મેં આપના મુખેથી સાંભળ્યા હવે કૃપા કરીને સેાળમા અધ્યયનનો ભાવ સાંભળાવા, સુધર્માંસ્વામી કહે છે-હે જ ખૂ! તે કાલ તે સમયે વારાણસી નામની નગરી હતી. તે નગરીમાં કામમહાવન નામે એક ચૈત્ય હતું. તે નગરીના રાજા અલક્ષ્ય હતા. તે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ વારાણસી નગરીના કામમહાવન ઉદ્યાનમાં પધાર્યાં. પિરષદ્ તેમનાં દર્શન માટે નીકળી. ભગવાનના આવવાના વૃત્તાન્ત સાંભળીને મહારાજ કૃણિકની પેઠે મહારાજા અલક્ષ્ય અત્યંત હર્ષોંની સાથે ભગવાન મહાવીર પ્રભુનાં દર્શન માટે ગયા. ત્યાં જઇને વંદનનમસ્કાર કરી ભગવાનની સેવા કરવા લાગ્યા. ભગવાને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળીને મહારાજ અલક્ષ્યના હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટ થયા પછી તે અલક્ષ્ય રાજા, ભગવાન મહાવીરની પાસે ઉદાયનની પેઠે પ્રત્રજિત થઇ ગયા.
ઉદાયનની પ્રવ્રયાથી એમની પ્રવ્રયામાં વિશેષતા એટલીજ છે કે તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજય આપીને પ્રત્રજ્યા લીધી. પ્રત્રજયા લીધા પછી એમણે અગીયાર
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૫૮