Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ત્યારપછી સુકૃષ્ણ આર્યા “અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમાને સ્વીકાર કરી વિચરવા લાગી. તેમણે પ્રથમ અષ્ટમાં એક દાત અન્નની અને એક દાત પાણીની લીધી. બીજા અષ્ટકમાં બે દાત અન્નની અને બે દાત પાણીની લીધી, અને એ જ રીતે કમથી આઠમા અષ્ટકમાં આઠ દાત અનની અને આઠ દાત પાણીની ગ્રહણ કરી તેઓએ સંયમ યાત્રાનો નિર્વાહ કર્યો. આ પ્રકારે અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમા રૂપ તપસ્યા ચેસઠ દિન-રાતમાં બસે અઠયાસી ભિક્ષા દ્વારા સૂત્રોકત વિધિથી આરાધના કરી. ભિક્ષાની ગણના પૂકત જેમ જાણવી. ત્યારપછી તે સુકૃષ્ણ આર્ય આર્યચંદનબાળ આર્યાની પાસે આવીને આ પ્રકારે બોલી-હે આયે ! હવે મારી ઈચ્છા છે કે આપની આજ્ઞા લઈને “નવનવમિકા ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચરૂં. પછી આર્ય ચદનબાળા આર્યાની આજ્ઞાથી તે આર્યા નવનવામિકા ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચારવા લાગી. પ્રથમ નવકમાં એક દાત અનની અને એક દાત પાણીની લીધી. એ પ્રમાણે કમથી નવમાં નવકમાં નવ દાત અનની અને નવ દાત પાણીની લીધી. આ નવનવમિકા ભિક્ષુપ્રતિમા એક્યાસી દિવસરાતમાં પૂરી થાય છે. આમાં ભિક્ષાઓની સંખ્યા ચારસો પાંચ થાય છે. આ નવનવામિકા ભિક્ષુપ્રતિમાને સમાપ્ત કરી આર્ય ચંદનબાળા આર્યાની આજ્ઞાથી તે સુકૃષ્ણ આય દશદશમિકા ભિક્ષુપ્રતિમાને સ્વીકાર કરી વિચરવા લાગી. તે દશદશમિકા ભિક્ષુપ્રતિમાં આ પ્રકારે છે–તેમણે દશદશમિકાના પ્રથમ દશકમાં એક દાત અન્નની અને એક દાત પાણીની લીધી. એ પ્રકારે દશમ દશકમાં તેમણે દશ દાત અન્નની અને દશ દાત પાણીની ગ્રહણ કરી. આ પ્રકારે આ દશદશમિકા ભિક્ષુપ્રતિમા એકસો દિવસરાતમાં પૂરી થાય છે, અને આમાં ભિક્ષાની સંખ્યા બધી મળીને સાડા પાંચસે થાય છે. આ પ્રકારે પડિમાનું આરાધન કરી બહુ પ્રકારના ચતુર્થ અને માસ, અર્ધમાસરૂપ વિવિધ તપથી આત્માને ભાવિત કરતી કરતી વિચારવા લાગી. આ ઉદાર અને ઉગ્ર તપસ્યાના કારણે સુકૃષ્ણ આર્યા અત્યંત દુર્બલ થઈ ગઈ અને અતિમ સમયે સંથારો કરી સંપૂર્ણ કર્મોને નાશ કરી મોક્ષગતિને પ્રાપ્ત થઈ (સૂ) ૧૧)
[ સુકૃષ્ણાનામક પંચમ અધ્યયન સંપૂર્ણ ]
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર