Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને વિસર્જન કર્યું અર્થાત્ ભવનદ્વાર સુધી શ્રીદેવી રાણે તેમને પહુંચાડવા ગયાં (સૂ૨૪)
ત્યારપછી તે અતિમુકતક કુમારે ભગવાન ગૌતમને આ પ્રકારે કહ્યું- હે ભદન્ત! આ૫ કયાં રહો છે? ગૌતમ સ્વામીએ તેને કહ્યું- હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય ધર્મોપદેશક ધર્મના આદિકર મેક્ષગામી ભગવાન મહાવીર પ્રભુ આ પિલાસપુર નગરની બહાર શ્રીવન ઉદ્યાનમાં યથાક૯૫ અવગ્રહ લઈને બિરાજે છે અને તપસંયમથી આત્માને ભાવિત કરતા વિચરે છે, ત્યાં હું રહું છું. ત્યારપછી અતિમુકતક કુમારે ભગવાન ગૌતમને કહ્યું- હે ભદન્ત! આપની સાથે ભગવાનના દર્શન માટે ચાલું છું. ભગવાન ગૌતમે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ થાય તેમ કરે. પરંતુ ધર્મ કાર્યમાં પ્રમાદ ન કરે. (સૂ) ૨૫).
ત્યારે તે અતિમુક્તક કુમાર ગૌતમસ્વામીની સાથે જ્યાં ભગવાન મહાવીર પ્રભુ હતા ત્યાં ગયા. ત્યાં જઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર વિધિપૂર્વક વંદન નમસ્કાર કર્યા અને ઉપાસના કરવા લાગ્યા. તે સમયે ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા અને આહાર દેખાડયે દેખાડી આહાર પાણી કરી લીધા પછી ચાવતું તે ગૌતમસ્વામી સંયમ તથા તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. તે બાજુ શ્રમણ ભગવાન મહાવીરે અતિમુકતક કુમારને ઉદ્દેશીને તેનો યોગ્ય ધર્મકથા કહી. ધર્મ કથા સાંભળીને અતિમુકતક કુમાર હતુષ્ટ થયા અને કહ્યું- હે ભદન્ત! હું મારાં માતાપિતાની આજ્ઞા લઈને આપની પાસે પ્રત્રજિત થવા ચાહું છું. ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ તમને સુખકર થાય તેમ કરે, પ્રમાદ ન કરે (સૂ) ૨૬)
ત્યારપછી તે અતિમુક્તક કુમાર જ્યાં માતાપિતા હતાં ત્યાં આવ્યા અને તેમણે માતાપિતા પાસેથી પ્રવજ્યા માટે આજ્ઞા માગી. પિતાના પુત્રની આ વાત સાંભળી માતાપિતાને હસવું આવ્યું અને કહ્યું- હે પુત્ર! તું હજી બાળક છે, હજી તે તને જાણ્યાં નથી. હે પુત્ર! તું શું ધર્મ સમજે છે? આ સાંભળી અતિમુકતક કુમારે કહ્યું હે માતાપિતા ! “હું જે જાણું છું તે નથી જાણતું, જે નથી જાણતા તે જાણું છું. માતાપિતા અતિમુકતક કુમારનાં આ પ્રકારનાં વચન સાંભળીને બેલ્યાં–હે પુત્ર! આ શું કહે છે કે જે જાણું છું તે નથી જાણતું, જે નથી જાણતું તે જાણું છું (સૂ૦ ૨૭)
માતાપિતાનાં એવાં વચન સાંભળીને અતિમુક્તક કુમારે આ પ્રમાણે કહ્યું- હે માતાપિતા! હું એટલું જાણું છું જેણે જન્મ લીધે તે અવશ્ય મરશે. પણ તે નથી જાણો તે કયા કાલમાં, કયા સ્થાનમાં, કયા પ્રકારે અને કેટલા સમય પછી મરશે. તેવી જ રીતે હે માતાપિતા! એ નથી જાણતા કે કયાં કર્મ દ્વારા જીવ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે, પણ એટલું અવશ્ય જાણું છું કે જીવ પોતાનાંજ કર્મ દ્વારા એ નિમાં ઉત્પન્ન થાય છે. હે માતાપિતા! મે એટલા માટે જ કહ્યું કે જેને નથી
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૫૭