Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અતિમુક્ત અનગાર કા ચરિત્ર
ચૌદમું અધ્યયન સમાપ્ત,
શ્રી જંબૂસ્વામીએ શ્રી સુધર્માં સ્વામીને પૂછ્યું--હે ભદન્ત! ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ચૌદમા અધ્યયનના ભાવ મેં આપના મુખથી સાંભળ્યો. હવે ત્યારપછી પંદરમા અધ્યયનના ભાવ કૃપા કરીને સંભળાવા. સુધર્મા સ્વામીએ કહ્યું-હે જબૂ! તે કાલ તે સમયે પેાલાસપુર નામનું નગર હતુ. તે નગરમાં શ્રીવન નામનું ઉદ્યાન હતું. તે પેાલાસપુર નગરમાં વિજય નામે રાજા હતા. તે વિજયરાજાની રાણીનુ નામ શ્રીદેવી હતું. તે રાણી પ્રથમવણિત મહારાણીઓને સમાન શાભાયુક્ત હતી. શ્રીદેવી રાણીના આત્મજ અતિમુકતક (એવતા) નામે કુમાર હતા, જે અત્યંત સુકુમાર હતા.
તે કાલ તે સમયે શ્રમણ ભગવાન મહાવીર શ્રીવન ઉદ્યાનમાં પધાર્યાં. તે સમયે ભગવાન મહાવીર પ્રભુના જ્યેષ્ઠ શિષ્ય ઈંદ્રભૂતિ, ભગવાનને પૂછીને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનાં (ભગવતી)નાં વર્ણન પ્રમાણે પેાલાસપુર નગરના ઉચ્ચ નીચ મધ્યમ કુલામાં ગૃહસામુદાનિક ભિક્ષાને માટે ભ્રમણ કરવા લાગ્યા. ( સૂ૦ ૨૨)
એ સમયે અતિમુક્તક કુમાર સ્નાન કરી અલકારેાથી વિભૂષિત થઇ ઘણા છેકરાછોકરીએ અને બાળક બાળકીઓ તથા કુમાર-કુમારિકાઓની સાથે પોતાના ઘરથી નિકળી જ્યાં ઇન્દ્રસ્થાન-ખાળકને રમવાના સ્થાન હતું ત્યાં આવ્યા અને સહુની સાથે રમવા લાગ્યા તેજ સમયમાં ભગવાન ગૌતમ પેાલાસપુર નગરના ઉચ્ચનીચ મધ્યમ કુળામાં ગૃહ સામુદાનિક ભિક્ષાને માટે પર્યટન કરતા કરતા, તે કુમારના ઈંદ્રસ્થાનની પાસેથી નીકળ્યા. ત્યારપછી તે અતિમુકતક કુમાર ભગવાન ગૌતમને આવતા જોઈને તેમની પાસે ગયા અને આ પ્રકારે ખેલ્યા-હે ભદન્ત ! આપ કાણુ છે ? અને શુ કારણથી ફરી રહ્યા છે ? (સૂ॰ ૨૩) અતિમુકતક કુમારને આ જાતના પ્રશ્ન સાંભળી ભગવાન ગૌતમે અતિમુકતક કુમારને આ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિય! હું શ્રમણ નિગ્રન્થ છું. અમે લેાકેા ઇર્યાદિ પાંચ સમિતિઓથી યુક્ત એવા ગુપ્તબ્રહ્મચારી છીએ તથા અમે ગેાચરીને માટે ઉચ્ચ નીચ મધ્યમ કુલેમાં જઇએ છીએ. આ સાંભળીને અતિમુકતક કુમારે ભગવાન ગૌતમને આમ કહ્યું હે ભદન્ત! આપ મારી સાથે પધારે. હું આપને ભિક્ષા અપાવું છું. એમ કહી ગૌતમસ્વામીની આંગળી પકડી લીધી અને તેમને પેાતાના મહેલમાં લઇ ગયા. તેમને આવતા જોઇને શ્રીદેવી અત્યંત હૃષ્ટતુષ્ટ થઇ આસનથી ઉઠીને જ્યાં ભગવાન ગૌતમ હતા
ત્યાં આવ્યાં. અને ભગવાન ગૌતમને ત્રણવાર વિધિસહિત વંદન નકાર કર્યાં. ત્યાર પછી ઉચ્ચ ભાવથી વિપુલ અશનપાન ખાદ્ય સ્વાદ્ય ચારેય પ્રકારના આહાર તેમને વહેારાવ્યા,
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૫૬