Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગૌષ્ટિક પુરૂષોં કા બધુમતી કે પ્રતિ દુભાવ
તે સમયે પૂર્વોક્ત લલિતા ગેછીના છ માણસે મુલ્ગરપાણિના યક્ષાયતનમાં ફરતા હતા. અર્જુન માલી પણ બધુમતીની સાથે એકઠાં કરેલા પુમાંથી સારામાં સારા પુષ્પ લઇને મુદ્દગરપાણિ યક્ષની પૂજા માટે યક્ષાયતન તરફ જતો હતો. બધુમતી ભાર્યા સાથે આવતા અર્જુનમાલીને જોઈને તે છએ ગૌષ્ટિક પુરુષોએ પરસ્પર વિચાર કર્યો કે હે મિત્રો! આ અર્જુન માલી પિતાની પત્ની બધુમતીની સાથે અહીં આવે છે. તેથી આપણા માટે ઊચિત છે કે આ માલીને અવળા હાથે બાંધી બલપૂર્વક તેની ભાય બધુમતીની સાથે વિપુલભેગે ભેગવીએ. આ પ્રકારે પરસ્પર વિચાર કરી તેઓ કમાડ પછવાડે છુપાઈ જાય છે અને નિશ્ચલ થઈ શ્વાસ રોકીને ચુપચાપ બેસી જાય છે. (સૂ) ૬)
ગૌષ્ટિક પુરૂષોં દ્વારા બઘુમતી કો શીલધ્વંશ ઔર અર્જુન
કા યક્ષ કે અસ્તિત્વ મેં અવિશ્વાસ
ત્યાર પછી તે અજુન માલી બધુમતી ભાર્યાની સાથે જ્યાં મુદગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું ત્યાં આવીને ભકિતભાવે પ્રફુલ નેત્રવડે મુગરપાણિ યક્ષની તરફ જેતે થકે પ્રણામ કરવા લાગ્યા, અને પ્રણામ કરીને ઉચિત પુષ્પાર્ચના કરી લીધા પછી ઘૂંટણ અને પગના બલ ઉપર નીચે નમી પ્રણામ કરવા લાગ્યું. તે સમયે તે છએ ગૌષ્ટિક પુરુષે જલદી જલદી કમાડની પાછળથી નીકળીને અર્જુન માલીને પકડી લીધે અને અવળા હાથે બાંધીને તેને એક બાજુએ ગબડાવી દીધા પછી તેની સામે તેની પત્ની બધુમતીની સાથે વિવિધ ભેગે ભેગવતા વિચારવા લાગ્યા આ જોઈને અર્જુન માલીના હૃદયમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે હું બાલ્યકાળથી જ હમેશાં મ્હારા ઈષ્ટ મુદગરપાણિ યક્ષની પૂજા કરતો રહું છું. તેની પૂજા કરી લીધા પછી જ આજીવિકા માટે સડકની બાજુએ ફુલ વેચવા માટે જાઉં છું અને ફૂલ વેચીને નિર્વાહ કરું છું આજ મને એ સંદેહ થાય છે કે જે મુગર પાણિ યક્ષ અહીં હોત તે શું આ પ્રકારની આપત્તિમાં પડેલે મને તે જોઈ શકત? માટે એ નિશ્ચય થાય છે કે અહીં મુદગરપાણિ યક્ષ હાજર નથી, પરંતુ તે ફક્ત કાઠેજ છે. (સૂ) ૭ )
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર