Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાન મહાવીર કા સમવસરણ
એ રાજગૃહ નગરમાં સુદર્શન નામના શેઠ રહેતા હતા. તે પૂર્ણ ઋદ્ધિસંપન્ન અને અપરાભૂત હતા. તે શ્રમણોપાસક શ્રાવક હતા તથા જીવાદિ નવતત્તવ અને પચીશ ક્રિયાના જ્ઞાતા હતા તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ધર્મોપદેશ કરતા થકા રાજગૃહ નગરીમાં પધાર્યા. તેમના પધારવાના સમાચાર જાણું રાજગૃહે નગરના રાજમાર્ગ આદિ સ્થળમાં ઘણાં મનુષ્ય એક બીજાને આ પ્રકારે કહેતાં હતાં, હે દેવાનુપ્રિય! ભગવાન મહાવીર પ્રભુ આ નગરમાં પધાર્યા છે. તેમનાં નામ-ગોત્ર સાંભળવાથી પણ મહાફળ થાય છે તે પછી તેમનાં દર્શન કરવાથી તથા તેમનાથી ઉપદેશાતા ધર્મના વિપુળ અર્થને ગ્રહણ કરવાથી જે ફળ થાય છે તે તે અવર્ણનીયજ છે. આ પ્રકારે ઘણા મનુષ્યના મુખથી ભગવાનના આવવાના વૃત્તાંત સાંભળીને સુદર્શન શેઠના હૃદયમાં એ આધ્યાત્મિક વિચાર એટલે મનમાં સંકલ્પ ઉત્પન્ન થયે કે શ્રમણ ભગવાન મહાવીર આ રાજગૃહ નગરના ગુણશિલક ચિત્યમાં પધાર્યા છે. માટે મને ઉચિત છે કે હું ભગવાનનાં દર્શન માટે જાઉં. એ પ્રકારે વિચાર કરી તે પોતાનાં માતાપિતા પાસે આવ્યું અને હાથ જોડીને આમ કહ્યું - હે માતાપિતા ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ રાજગૃહ નગરના ગુણશિલક ઉદ્યાનમાં સમવસૃત થયા છે. માટે હું ચાહું છું કે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જાઉં અને તેમને વંદન નમસ્કાર કરી સેવા કરૂં. (સૂ) ૧૦)
ભગવાન કે દર્શનકે લિયે જાને કી ઇચ્છાવાલે સુદર્શન
સેઠ કા અપને માતાપિતા કે સાથ સંવાદ
- સુદર્શન દ્વારા આ પ્રકારે નિવેદન સાંભળી માતાપિતાએ તેને કહ્યું - હે પુત્ર! અજુનમાલી નગરની બહાર મનુષ્યને મારતે ફરે છે, માટે હે પુત્ર ! ભગવાન મહાવીર પ્રભુને વંદના કરવા ન જાઓ. ત્યાં જવાથી ખબર નથી કે તમારા શરીરને કઈ આપત્તિ થાય ! માટે તમે અહીંથી જ ભગવાન મહાવીર પ્રભુને વંદન નમસ્કાર કરે. તેઓ સર્વજ્ઞ છે અહીંથી કરાયેલી તમારી ભકિતને સ્વીકાર કરશે. માતાપિતાનાં આવા વચન સાંભળી તે સુદર્શન શેઠે આ પ્રકારે કહ્યું – હે માતાપિતા ! ભગવાન મહાવીર
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૪૯