Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અર્જુનમેં પ્રવિષ્ટ યક્ષદ્વારા બધુમતી સહિત છ ગૌષ્ટિક પુરૂષોં કા વિનાશ
તેજ સમયે તે મુદ્દગરપાણિ યક્ષે અજુન માલીના મનમાં પિતાના અસ્તિત્વ વિષે સંદેહ થયે છે એમ જાણીને તેના શરીરમાં પ્રવેશ કર્યો અને તડ તડ કરીને તેનાં બંધનેને તેડી નાખ્યાં. પછી મુદગરપાણિ યક્ષથી આવિષ્ટ તે અજુન માલીએ એક હજાર પલને લેઢાને મુગર લઈને બધુમતી સાથે તે એ ગૌષ્ટિક પુરુષને મારી નાખ્યા. આ પ્રકારે એ સાતેયને મારીને મુગરપાણિ યક્ષથી આવિષ્ટ તે અર્જુનમાલી રાજગૃહ નગરની બહારની હદમાં હંમેશાં છ પુરુષ અને એક સ્ત્રી, એમ કુલ સાત મનુષ્યને મારતે વિચરવા લાગ્યા. (સૂ૦ ૮)
શ્રેણિક રાજા દ્વારા પ્રજા કો નગર સે બાહર નહીં જાને કી ઘોષણા કરના
તે સમયે રાજગૃહ નગરના રાજમાર્ગ આદિ બધે સ્થળે ઘણા લેકે એક બીજાને આ પ્રકારે કહેવા લાગ્યા...હે દેવાનુપ્રિય! અર્જુનમાલી મુદગરપાણિ યક્ષથી આવિષ્ટ થઈને રાજગૃહ નગરની આસપાસમાં એક સ્ત્રી અને છ પુરુષ એમ સાત વ્યકિતઓને હમેશાં મારતો વિચરી રહ્યો છે. આ સમાચારને રાજા શ્રેણિકે સાંભળી કૌટુંબિક પુરુષને બતાવ્યા, અને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! અનમાલી રાજગૃહ નગરની બહાર સીમાંત પ્રદેશમાં હમેશાં છ પુરુષ અને એક સ્ત્રી એમ સાત વ્યકિતઓને મારતો વિચરી રહ્યો છે, માટે તમે લોકો મારી આજ્ઞાને આખા નગરમાં આવી રીતે જાહેર ઘેષણ કરીને કહો કે જે તમારે જીવવાની ઈચ્છા હોય તો તમે લોકો ઘાસ માટે, લાકડાં માટે, પાણી માટે, અને ફળફૂલને માટે એકવાર પણ રાજગૃહ નગરની બહાર નીકળવું નહિ. જે તમે લેકે બહાર નહિ નીકળે તો તમારા શરીરની જરાય હાનિ થશે નહિં.
હે દેવાનુપ્રિય! આ પ્રકારની એ ઘેષણા બેવાર-ત્રણવાર જાહેર કરો અને પછી મને સૂચિત કરેઆ જાતની રાજાની આજ્ઞા મળવાથી તે કૌટુંબિક પુરુષેએ રાજગૃહ નગરમાં ફરતા ફરતા રાજાની આજ્ઞાની ઘેષણ કરી અને પછી તેની સૂચના (ખબર) રાજાને આપી. (સૂ) ૮)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર