Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચઢેલા વાદલાની ઘનઘાર ઘટા જેવા શ્યામકાંતિ-યુક્ત દેખાતા હતા. વળી તે પાંચ પ્રકારના ફૂલેથી સુશેભિત અને મનને આનંદ આપે તેવા હતા, તથા દરેક રીતે મનને આકષઁણ કરતા હતા. તે પુષ્પારામની પાસે પિતા-પિતામહ-પ્રપિતામહ આદિ કુલપરંપરાથી મળેલું મુદ્ગરપાણિ યક્ષનું યક્ષાયતન હતું. જે પૂર્ણભદ્રના સમાન પુરાણું દિવ્ય અને સત્ય હતુ. તેમાં મુદ્નરપાણિ યક્ષની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી હતી, તે મુદ્ગરપાણિના હાથમાં એક હજાર પલ પરિમાણ ( માપ ) વાળું લાઢાનું મુદ્ગર હતું. ( સૂ॰ ૩ )
અર્જુન કે દિનકૃત્ય કા વર્ણન
તે અર્જુન માલી ખાલ્યકાળથી જ મુદ્રાણિ યક્ષના ભકત હતા અને હમેશાં નેતરની ખનાવેલી છાબડી લઈને રાજગૃહ નગરથી નીકળી જયાં તે પુષ્પારામ હતા ત્યાં જાતો અને ફૂલે વીણી વીણીને ભેગાં કરતા હતા. પછી તે માલી ખિલેલાં શ્રેષ્ઠ ફૂલને લઈને જ્યાં સુગરપાણ્િ યક્ષનુ યક્ષાયતન હતું ત્યાં જતા અને સુગરપાણિ યક્ષની સારી રીતે અના કરતે. પછી પૃથ્વી પર જાનુ તથા પગ બેઉને નીચા નમાવી પ્રણામ કરતા હતા. ત્યાર પછી રાજમાને કિનારે ( બાજુએ ) બેસીને આજીવિકા માટે ફૂલ વેચતા હતા તથા સુખપૂર્વક પેાતાનું જીવન પસાર કરતા હતા ( સૂ॰ ૪ )
અર્જુન કા તની કે સાથ પુષ્પ બીનને કે લિયે જાના
તે રાજગૃહ નગરીમાં ટિલતા નામની એક ગોષ્ઠી (મિત્રમંડળી) રહેતી હતી. જે ઘણીજ સમૃદ્ધ અને બીજાથી પરાભવરહિત હતી. તથા રાજાના અનુગ્રહ પ્રાપ્ત હાવાથી પેાતાનાં સનનાં ધારેલાં કામ કરવામાં તે મિત્રમંડળી સ્વચ્છંદ હતી. એક દિવસ રાજગૃહ નગરમાં એક ઉત્સવની ઘેાષણા થઈ. તેથી તે માલીએ વિચાર કર્યો કે કાલે ઉત્સવમાં અધિક ફૂલેાની જરૂર પડશે માટે તે વહેલા ઉડયે, અને પેાતાની પત્ની બન્ધુમતીની સાથે ફૂલ વીણીને એકઠાં કરવા લાગ્યા
( સૂ૦ ૫ )
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૪૬