Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પદ્માવતી કા દીક્ષાગ્રહણ કરના
ત્યાર પછી સ્વયં કૃષ્ણ વાસુદેવે પદ્માવતીને પાટ ઉપર બેસાડીને એકસે આઠ સુવર્ણ કલશેાથી સ્નાન કરાવ્યું અને દીક્ષાને અભિષેક કર્યાં, તથા બધા અલકારાથી વિભૂષિત કરીને હજાર પુરુષાથી ઉપાડેલી પાલખીમાં બેસાડી દ્વારકા નગરી વચ્ચેાવચ્ચ થઇને ધામધૂમથી જ્યાં રૈવતક પર્યંત હતા અને જ્યાં સહસ્રામ્રવન ઉદ્યાન હતું. ત્યાં લઈ આવી પાલખી ઉતારી, તે સમયે પદ્માવતી દેવીના પાલખીમાંથી ઉતા" પછી કૃષ્ણ વાસુદેવ પદ્માવતી દેવીને આગળ કરીને જ્યાં અ`ત અરિષ્ટનેમિ હતા ત્યાં ગયા. ત્યાં જઈને ત્રણવાર આદક્ષિણપ્રદક્ષિણા કરી વદન નમસ્કાર કર્યાં અને આ પ્રકારે કહ્યું: હે ભદન્ત ! આ પદ્માવતી દેવી મારી પટ્ટરાણી છે, તથા મારે માટે ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનેાજ્ઞ છે, મનામા મનને અનુકૂળ કાર્ય કરવાવાળી છે અને ગુણ આદિથી સુંદર છે. હે ભગવન્! આ મારા જીવનમાં શ્વાસઉચ્છ્વાસની પેઠે પ્રિય છે. અર્થાત્ મારા હૃદયને આનંદ આપવા વાળી છે. આવા પ્રકારનું સ્ત્રીરત્ન ખરાના ફૂલની પેઠે સાંભળવું પણ દુ`ભ છે તેા પછી તે નજરે જોવું તે અહુજ અસંભવ છે. હે દેવાતુપ્રિય ! હું આપને આ પદ્માવતીને શિષ્યારૂપે ભિક્ષા આપું છું તે આપ કૃપા કરીને આ શિષ્યારૂપ ભિક્ષાના સ્વીકાર કરે, કૃષ્ણની પ્રાના સાંભળી ભગવાને કહ્યું હે કૃષ્ણ ! જેવી તમારી ઇચ્છા.
6
ત્યાર પછી તે પદ્માવતી દેવીએ ઈશાનકોણમાં જઈને સ્વહસ્તે પેાતાનાં શરીર ઉપરના સવે આભરણ ઉતાર્યાં. અને પોતેજ કેશેાનું પાંચમુષ્ટિક લંચન (લાચ) કરીને જ્યાં ભગવાન અરિષ્ટનેમિ હતા ત્યાં આવીને વંદન નમસ્કાર કરી આ પ્રકારે ખાલી, હે ભદન્ત ! આ સંસાર જન્મ, જરા, મરણ આદિ દુ:ખરૂપ અગ્નિથી પ્રજવલિત થઇ રહ્યો છે, તેથી હું આ દુ:ખસમૂહથી પૃથક થવા માટે આપની પાસે સુડિત થઇને દીક્ષા લેવા ચાહું છું. માટે આપ કૃપા કરીને ચારિત્ર ધર્મ સંભળાવા (સ્૦ ૧૦)
ત્યાર પછી ભગવાન અહેતુ અરિષ્ટનેમિએ પદ્માવતી દેવીને તેજ પ્રત્રજિત તથા મુ ંડિત કરાવીને યક્ષિણી આર્યાને સુપ્રત કરી દીધી. અનન્તર તે યક્ષિણી આર્યાએ પદ્માવતીને પ્રજિત કરીને સચમ ક્રિયામાં સાવધાન રહેવા શિખામણ આપી કે હૈ પદ્માવતી ! ‘ તમારે સયમમાં સદા સાવધાન રહેવું'. પદ્માવતી આર્યાં પણ યક્ષિણી આર્યાના કહેવા પ્રમાણે સંયમમાં યત્ન કરવા લાગી, અને તે પદ્માવતી આર્યાં થઈને તથા ઇŠસમિતિ આદિ-પાંચ સમિતિએથી યુક્ત થઈ યાવત્ બ્રહ્મચારિણી થઈ ગઇ. (સ્૦ ૧૧).
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૪૧