Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગજસુકુમાલ કે વિષયમેં કૃષ્ણ ઔર અરિષ્ટનેમિ કા સંવાદ
કૃષ્ણ વાસુદેવ તરફથી આવી રીતે પૂછવા પરથી ભગવાન્ અહંતુ અરિષ્ટનેમિએ આ પ્રમાણે કહ્યું- હે કૃષ્ણ! કાલે દીક્ષા લીધા પછી ચેથા પ્રહરમાં ગજસુકુમાલ અનગારે વન્દન નમસ્કાર કરી હારી સમક્ષ આ પ્રકારની ઈચ્છા પ્રગટ કરી હતી કેહે ભદન્ત! હું આપની આજ્ઞા પ્રાપ્ત કરીને મહાકાલ સ્મશાનમાં એકત્રિી ભિક્ષુપ્રતિમાનું આરાધન કરવા ચાહું છું. હે કૃષ્ણ! મેં કહ્યું –જેમ તમને સુખ હોય તેમ કરે, આવી રીતે આજ્ઞા પ્રાપ્ત કરી તે ગજસુકુમાલ અનગારી મહાકાલ શમશાનમાં જઈને દયાનારૂઢ થઈ ગયા.
તે સમયે હે કૃષ્ણ! ત્યાં એક પુરુષ આવે, અને તેણે ગજસુકમાલ અનગારને ધ્યાનમગ્ન જોયા અને તે જોતાં જ તેને વૈરભાવ જાગૃત થયે અને તે કોધથી આતુર થઈને તળાવમાંથી ભીની માટી લઈ આવી તેણે તેમને શિરપર ચારે તરફ તે માટીની પાળ બાંધી. પછી ચિતામાંથી બળતા ખેરના લાલચેળ અંગારા એક ફૂટેલા માટીના વાસણમાં લઈ આવી ગજસુકુમાલ નગારના શિર ઉપર નાખી દીધા. જેથી ગજસુકુમાલ અણગારને અસહ્ય વેદના થઈ પરંતુ તેમના હૃદયમાં તે ઘાતક પુરુષ પ્રતિ જરા પણ દ્વેષભાવ ન થયે તેઓ સમભાવથી ભયંકર વેદનાને સહન કરી શુભ પરિણામ અને શુભ અધ્યવસાયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પહોંચી ગયા, હે કૃષ્ણ! તેથીજ મેં કહ્યું કે ગજસુકુમાલ અનગારે પિતાનું કાર્ય સિદ્ધ કરી લીધું. આ સાંભળી કૃષ્ણ બાલ્યા–હે ભદન્ત ! મૃત્યુને ચાહનારે લજજારહિત તે પુરુષ કેણ છે જેણે મારા નાના ભાઈ ગજસુકમાલ અનગારના અકાલે પ્રાણ હરણ કરી લીધા. આ સાંભળી ભગવાને આ પ્રકારે કહ્યું – હે કૃષ્ણ! તમે તે પુરુષ ઉપર ક્રોધ નહિ કરે; કેમકે તે પુરુષ ગજસુકુમાલ અણગારને પરમપદ પ્રાપ્તિ કરાવવામાં સહાયક થએલ છે (સૂ૦ ૩૩)
આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને પૂછયું–હે ભદન્ત ! તે પુરુષ ગજસુકમાલ અનગારને કેવી રીતે સહાયક થયે છે?
કૃષ્ણ વાસુદેવ દ્વારા આવી રીતે પૂછવાથી ભગવાન કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું- હે કૃષ્ણ! મારા ચરણ વંદન કરવાને માટે આવતા માર્ગમાં તમે દ્વારકા ના રાજમાર્ગ ઉપર એક મોટા ઇંટના ઢગલામાંથી એક એક ઈંટ ઉપાડીને ઘરમાં રાખતા એક દીન દુર્બલ વૃદ્ધને જોયે. તે વૃદ્ધને તમે તે ઇંટરશિને ઉઠાવવામાં અસમર્થ જોઈને તેની અનુકંપા ખાતર તમે હાથી ઉપર બેઠાં બેઠાં જ એક ઇંટને ઉપાડી તેના ઘરમાં રાખી દીધી જેથી તમારી સાથેના બધા પુરુષોએ કમથી તે સર્વે ઇંટે ઉપાડી તેના ઘરમાં પહોંચાડી દીધી જેથી તે વૃદ્ધનું દુઃખ દૂર થયું.
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર
૩૦