Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 51
________________ પશ્વમ વર્ગ મેં રહે હુએ અધ્યયનોં કા નામ નિર્દેશ અથ પચમ વર્ગ હવે પાંચમે વર્ગ કહે છે : હે ભદન્ત! સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતસૂત્રના ચોથા વર્ગમાં એ પૂર્વોકત ભાવેનું નિરૂપણ કર્યું તે સાંભળ્યું. હવે તે ભદન્ત ! ત્યાર પછીના પાંચમાં વર્ગમાં ભગવાને ક્યા કયા ભાવ નિરૂપણ કર્યા છે? શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે પંચમ વર્ગમાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે, જે આ પ્રકારે છે: (૧) પદ્માવતી (૨) ગૌરી (૩) ગાધારી (૪) લક્ષમણ (૫) સુષમા (૬) જાંબવતી (૭) સત્યભામા (૮) રુકિમણી (૯) મૂલશ્રી તથા (૧૦) મૂલદત્તા. શ્રી જખ્ખસ્વામી પૂછે છે- હે ભદત! જે ભગવાને પંચમ વર્ગમાં પદ્માવતી આદિ દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે તો તેમાં પ્રથમ અધ્યયનના ભાવને કયા પ્રકારે નિરૂપણ કર્યો છે? (સૂ) ૧) અરિષ્ટનેમિ કા આગમન, કૃષ્ણ ઔર પદ્માવતી કા ઉનકે દર્શન કે લિયે જાના, ઔર દ્વારકા કે વિનાશ કે વિષય મેં કૃષ્ણ ઔર અરિષ્ટનેમિ કા સંવાદ સુધમાં સ્વામી કહે છે : હે જંબૂ!તે કાલ તે સમયે દ્વારાવતી નામની નગરી હતી. તે નગરીમાં કૃષ્ણ વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. દ્વારાવતી નગરી અને કૃષ્ણ વાસુદેવનું સવિસ્તર વર્ણન પ્રથમ વર્ગમાં અપાઈ ગયું છે. તે કૃષ્ણ વાસુદેવની રાણીનું નામ પદ્માવતી હતું, જે અત્યંત સુકુમાર અંગવાળી હતી. તેનું વિસ્તૃત વર્ણન બીજી રાણીઓના જેવું જાણવું જોઈએ. તે કાલ તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ભગવાન વિચરતા થકા ત્યાં પધાર્યા તથા ઉદ્યાનપાલની આજ્ઞા લઈને ઉદ્યાનમાં વિરાજ્યા અને તપસંયમથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ભગવાનના આગમનના સમાચાર સાંભળી કૃષ્ણ વાસુદેવ તેમનાં દર્શન માટે ગયા અને યાવત્ ઉપાસના કરવા લાગ્યા. ભગવાનના આવવાના સમાચાર જાણું રાણી પદ્માવતી દેવી અત્યંત હતુષ્ટ થઈ દેવકીની પેઠે ધાર્મિક રથ પર ચઢી શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર ૩૬

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87