Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગજસુકુમાલ કી સિદ્ધિપદ કી પ્રાપ્તિ
સેામિલ દ્વારા માથા ઉપર અંગારા મુકાયા પછી ગજસુકુમાલ અનગારના શરીરમાં મહાવેદના ઉત્પન્ન થઇ. તે વેદના અત્યન્ત દુ:ખમયી હતી, જાજવલ્યમાન હતી, કલ્પનાતીત હતી અને બહુજ અસહ્ય હતી. છતાં પણ ગજસુકુમાલ અનગાર તે સેમિલ બ્રાહ્મણ પર લેશમાત્ર પણ દ્વેષ ન કરતાં તે અસહ્ય વેદના સહન કરવા લાગ્યા. અને તે દુ:ખરૂપ જાજવલ્યમાન વેદનાને સહન કરતા ગજસુકુમાલ અનગાર, શુભપરિણામ તથા પ્રશસ્ત અધ્યવસાયથી, તથા તે તે આત્માના ગુણાનાં આચ્છાદક કર્માંના નાશથી, જ્ઞાનાવરણાદિ કર્મના નિવારક આત્માના અપૂવ કરણમાં પ્રવેશ કર્યાં. જેથી તેઓને અનન્ત—અન્તરહિત, અનુત્તર—પ્રધાન, નિર્વ્યાઘાત—રૂકાવટ વગર, નિરાવરણ—આવરણ રહિત, કૃસ્ન-સંપૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયાં. તથા કેવળજ્ઞાન કેવળદર્શન ઉત્પન્ન થયા પછી તે ગજસુકુમાલ અનગાર કૃતકૃત્ય થઈને ‘સિદ્ધ” પટ્ટને પ્રાપ્ત થયા. તેથી તે લેાકાલેાક સર્વે પદાર્થોના જ્ઞાનથી ‘બુદ્ધ' થઈ ગયા. ખમાં કર્માના નાશ થઈ જવાને કારણે ‘ મુક્ત ' થઇ ગયાં. સર્વે પ્રકારનાં કર્યાંથી ઉત્પન્ન થતા વિકારાને દૂર કરવાના કારણથી ‘ પરિનિર્વાંત’શીતલીભૂત થઇ ગયા. તેમજ શારીરિક દુ:ખ અને માનસિક દુ:ખથી રહિત હાવાના કારણે ‘સદુ:ખપ્રહીણુ ’ થઈ ગયા, અર્થાત્ તે ગજસુકુમાલ અનગાર પરમપદને પ્રાપ્ત થયા. તે ગજસુકુમાલ અનગાર પરમદને પ્રાપ્ત થયા પછી તે સમયે ત્યાં સમીપવતી દેવાએ, એ ગજસુકુમાલ અનગારે ચારિત્રનું સમ્યક્ આરાધન કર્યું છે” એમ વિચાર કરી, પેાતાની વૈક્રિય શક્તિદ્વારા દિવ્ય સુગન્ધિત અચિત્ત જળની અને પાંચ વર્ષોંનાં અચિત્ત ફૂલેની વૃષ્ટિ કરી. તથા દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દેવતાઓએ દિવ્ય સુમધુર ગીત (ગાયન) થી અને મૃદંગાદિ વાદ્યોની ધ્વનિથી આકાશને વ્યાપ્ત કરી (ગુ ંજાવી) દીધું. (સૂ॰ ૩૦)
કૃષ્ણ કા અર્હત્ અરિષ્ટનેમિ કે પાસ વન્દના કરને કે લિયે જાના
તે માજી ગજસુકુમાલની દીક્ષાને ખીજે દિવસે સૂર્યૉંદય થયા પછી સ્નાન કરીને તમામ અલંકારોથી વિભૂષિત થઈને હાથીના ઉપર બેસીને, કેરન્ટના ફૂલની માલાથી યુક્ત છત્રને શિર ઉપર ધરાવતા, તથા ડાબી જમણી બેઉ ખાજુએ શ્વેત ચામર ઢોળાવતા,
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૨૮