Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે વખતે મહાકાલ શ્મશાનની પાસે થઈને જતા તે સેામિલ બ્રાહ્મણે મનુષ્યની આવજાથી રહિત સધ્યાકાલના સમયે સ્મશાનમાં કાર્યોત્સર્ગ કરતા ગજસુકુમાલ અનગારને જોયા. જોતાં વેંત તેના હૃદયમાં વૈરભાવની જાગૃતિ થઈ અને ક્રોધિત થઈ તે આ પ્રકારે ખેલ્યા.
આહા ! આ તે જ નિર્લજ્જ અપ્રાર્થિતપ્રાક
મરણને ચાહવાવાળે
-
ગજસુકુમાલ કુમાર છે.
આ દુર્લક્ષવાળા અને પુણ્યહીન છે, જે મારી પુત્રી, સેામશ્રીની અગજાત દીકી, પ્રાણથી પણુ જે પ્યારી છે તેના દોષ વિના ત્યાગ કરી સંયમી થઇ ગયા છે. (સ્૦ ૨૮)
સોમિલ બ્રાહ્મણ કા ગજસુકુમાર કે મસ્તક ઉપર અંગાર રખના
આથી મારા માટે એ ઉચિત છે કે હું આ વેરના અલા લઉં. તે સામલ બ્રાહ્મણે આ પ્રકારે વિચાર કરીને ચારે ખાજુ જોયું કે કેઇ આવતું જાતુ નથી ને ? ચારે બાજુ જોઇને તેણે તળાવમાંથી ભીની માટી કાઢી. પછી જ્યાં ગજસુકુમાલ પોતાની કાયાને નમાવી, બધી ઇન્દ્રિઓ વશ રાખી, પેાતાનાં અંગ-ઉપાંગને સ્થિર રાખી, પેાતાના બેઉ પગને ચાર આંશુલને અતરે સંકેચીને, પેાતાના હાથાને ઘુંટણા સુધી લટકાવી, એક સૂકાયેલા પુદ્ગલપર અનિમેષદૃષ્ટિ રાખી, ઉર્ધ્વ કાયથી ધ્યાનાવસ્થિત હતા, ત્યાં આવ્યો. ત્યાં આવીને ગજસુકુમાલ અનગારના શિરે માટીની પાલ બાંધી. પછી સામિલે મળતી ચિતામાંથી ટેસૂના ફૂલ જેવા લાલચેાળ ખેરના લાકડાંના અંગારા લઈને ફૂટેલા માટીના વાસણના કટકા (ઠીકરાં)માં ભરીને ગજસુકુમાલ અનગારના માથા ઉપર નાખી દીધા. અંગારા નાખ્યા પછી કઇ મને દેખી ન જાય, એવા ભયથી ચારે બાજુ આમ તેમ જોતા તે જલદી ત્યાંથી ભાગી ગયા. ને જે બાજુથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયે. (સ્૦ ૨૯)
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૨૭