Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 40
________________ ગ્રહણ કરશે. ઈત્યાદિ દીક્ષા ન લેવાના વિષયમાં અનેક વાત કહી. ગજસુકુમાલના વૈરાગ્યના સમાચાર મળતાં કૃષ્ણ વાસુદેવ ગજસુકુમાલની પાસે આવ્યા. પછી તેમણે ગજસુકુમાલને નેહપૂર્વક પિતાના હૃદયથી ભેટયા. ત્યારપછી તેને પિતાના ખેાળામાં બેસાડી આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! તું મારો નાને ભાઈ છે, માટે આશા રાખું છું કે તું મારી વાત ઉપર અવશ્ય ધ્યાન દઈશ. તને એટલું જ કહેવું છે કે હાલ અહંતુ અરિષ્ટનેમિની પાસે દીક્ષા ન લે. હું આજે જ અત્યન્ત સમારેહપૂર્વક તારે રાજ્યાભિષેક કરાવી આ દ્વારાવતી નગરીને તેને રાજા બનાવીશ. કૃષ્ણવાસુદેવનાં એવાં વચન સાંભળી ગજકુસુમાલ કુમાર મૌન થઈ ગયા. (સૂ) ૨૫) ગજસુકુમાલ કા રાજ્યાભિષેક ઔર દીક્ષા ગ્રહણ કરના ત્યારપછી ગજસુકુમાલ કુમારે કૃષ્ણવાસુદેવ તથા પોતાનાં માતાપિતાને બે ત્રણ વખત આ પ્રકારે કહ્યું હે દેવાનુપ્રિય! કામે પગના આધારભૂત આ સ્ત્રીપુરુષસંબંધી શરીર મલ, મૂત્ર, કફ, વમન, પિત્ત, શુક, અને શેણિતને ભંડાર છે આ શરીર અસ્થિર છે, અનિશ્ચિત છે, અનિત્ય છે, તથા સડવું, પડવું, અને નષ્ટ થવું, એવા ધર્મથી યુક્ત હોવાને કારણે આગલ પાછલ કયારેને કયારેક અવશ્ય નષ્ટ થવાને છે. અને એ અશુચિનું સ્થાન છે. વમનનું સ્થાન છે, પિત્તનું સ્થાન છે, કફનું સ્થાન છે, શુકનું સ્થાન છે, શાણિતનું સ્થાન છે, દુર્ગન્ધ–શ્વાસ તથા નિ:શ્વાસનું સ્થાન છે. વળી આ શરીર દુર્ગન્ધયુકત મૂત્ર વિષ્ઠા તથા પરૂથી ભરેલું છે. આ શરીરને એક દિવસ અવશ્ય છોડવું પડશે. માટે હે માતાપિતા ! હે બધુવર ! આપ લેકેની આજ્ઞા લઈ અર્હત્ અરિષ્ટનેમિની પાસે દીક્ષા લેવા ચાહું છું. ત્યારપછી કૃષ્ણ વાસુદેવ અને વસુદેવ તથા દેવકી જ્યારે ગજસુકમાલને અનેક પ્રકારનાં અનુકૂલ પ્રતિકૂલ કથનથી સમજાવી શક્યાં નહિ ત્યારે તેઓ અસમર્થ થઈ આ પ્રકારે બોલ્યાં. હે પુત્ર! અમે લેકે તને એક દિવસ માટે પણ રાજ્ય-સિંહાસન પર બેસાડીને તારી રાજયશ્રી જેવા ઈચ્છીએ છીએ. માટે તું એક દિવસ માટે પણ આ રાજ્યલક્ષ્મીને સ્વીકાર કર. માતાપિતા અને મોટાભાઈના અનુરોધથી ગજસુકુમાલ ચુપ થઈ ગયા. ત્યારપછી તેને રાજ્યાભિષેક થયે અને તે રાજા થઈ ગયા. તેમના રાજા થઈ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૨૫

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87